ગાંધીધામ-અંજાર તાલુકામાં ત્રણ સ્થળે દારૂ પકડાયો

ગાંધીધામ,તા.21: પૂર્વ કચ્છના ગાંધીધામ અને અંજાર તાલુકાના ખેડોઈ પાસે પોલીસે દારૂના  જુદા-જુદા ત્રણ  દરોડા પાડીને  રૂ.7150ના દારૂ સાથે   બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપી હાજર  મળ્યો ન હતો. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રિના 8.30 વાગ્યાના અરસામાં ગુજરાત હાઉસિંગ  બોર્ડ બસ સ્ટેશન પાસેથી  પોલીસે બે દારૂની બોટલ કિં. રૂ. 700 સાથે  આરોપી સંદીપ પિતામ્બરદાસ ભાનુશાળીની  ધરપકડ કરી હતી. શહેરના સેકટર-3 પ્લોટ નં.32 ઉપર આવેલા મકાનમાં પોલીસ ત્રાટકી હતી. દરમ્યાન  750 એમ.એલ.ની બોટલ નં.15  કિં. રૂ.5250ના મુદામાલ સાથે તહોમતદાર પરેશ કાનજીભાઈ ચાવડા  પકડાયો  હતો. અંજાર  પોલીસ ટીમે  ખેડોઈ સીમમાં દાદા કૃપા હોટલની પાછળ આવેલ વાડીમાં કાર્યવાહી હાથ  ધરી    દારૂના કવાર્ટરિયા નં.12, કિં.1200નો  મુદામાલ કબ્જે લીધો હતો. દરોડા વેળા આરોપી વીરેન્દ્રસિંહ નરપતસિંહ જાડેજા  પોલીસને હાથ આવ્યો ન હતો. આ ત્રણેય પ્રકરણમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer