જૂની રાવલવાડીના રહેવાસીઓના વિવિધ પ્રશ્નો ઉકેલવા માગણી

ભુજ, તા 21 : અહીંની જૂની રાવલવાડી ખાતે જૂની રાવલવાડી અને સિદ્ધાર્થ પાર્કના રહીશોની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં રહેવાસીઓના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી. સ્વામિનારાયણ સ્મૃતિ મંદિર તથા ગાયત્રી મંદિરથી ઘનશ્યામ રાવલવાડીથી સિદ્ધાર્થ પાર્ક સુધી સિંગલ રોડને ડબલ રોડ બનાવવા અંગે અને આજુબાજુમાં આવેલાં જમીન દબાણો, કેબિનોને દૂર કરવા, જૂની રાવલવાડીથી સિદ્ધાર્થ પાર્ક સુધીના વરસાદી પાણીનાં નિકાલ અંગેની વ્યવસ્થા કરવા, સિદ્ધાર્થ પાર્કની મોટી ગટર લાઇન નવી નાખવા, રાવલવાડી તેમજ સિદ્ધાર્થ પાર્કને પીવાનાં પાણી વિતરણ સમય તથા દિવસ નક્કી કરવા અંતે રહેવાસીઓએ જણાવ્યું હતું. સિદ્ધાર્થ પાર્કના વરસાદી પાણીના અવરોધરૂપ દબાણ હટાવવા જૂની રાવલવાડી શેરીઓમાં તથા સિદ્ધાર્થ પાર્કમાં નિયમિત સફાઇ  થાય તે માટે વ્યવસ્થા કરવા, રખડતા ઢોરોને પકડવા, જૂની રાવલવાડીના પાણીના ટાંકા પાસે આર.સી.સી. કરાવી ટેન્કરોમાં પાણી ભરતા વેસ્ટ થાય છે  જેનાં કારણે રોડ અને ટ્રેકટરોના ટાયર ખરાબ થાય છે, સરકારને નુકસાન જાય છે, ટાંકાની આજુબાજુ સાફ-સફાઇ કરાવવા માંગ થઇ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer