રેલડીની સીમમાં જમીનની અદાવતમાં નુકસાન- તોડફોડ કરવા સાથે ધાકધમકી

ભુજ, તા. 21 : તાલુકાના રેલડી ગામની સીમમાં જમીન વિશેની અંટશમાં હથિયારો સાથે ધસી જઇને ધાકધમકી સાથે બોરની પાઇપલાઇન અને શાકભાજીના માંડવામાં નુકસાન કરાયાની ફોજદારી નોંધાવાઇ છે.  રેલડીના હરિ ક્રિશ્નાભાઇ રઘુનાથપ્રસાદ પાંડેએ આ બાબતે ગઇકાલે ભુજમાં સંજયનગરીમાં રહેતા રમજુ હારૂન ધોસા અને હાબીદ હારૂન ધોસા અને તેમની સાથેના બે અજાણ્યા ઇસમ સામે  પદ્ધર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાથમાં તલવાર સાથે ધસી આવેલા આરોપીઓએ ફરિયાદીના કબજાની વાડીમાં ઝાડ તેમજ બોરની પાઇપલાઇન ઉપરાંત શાકભાજીના માંડવામાં તોડફોડ કરવા સાથે ધાકધમકી કરી હતી તેવું ફરિયાદમાં લખાવાયું છે તેમ પોલીસે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer