આડેસર હાઈવે પરના ખાડા કયારેક અકસ્માત નોતરશે
આડેસર, તા. 21 : આડેસર હાઈવે પર ઉબડખાબડ રસ્તા પર મોટો અકસ્માતનો ભય વર્તાઈ રહ્યો છે ત્યારે રોડ તાત્કાલિક રીપેર મરામત નહિ કરવામાં આવે તો ચકકાજામ કરાશે તેવી ચીમકી આપવામાં આવી હતી. આડેસર વિસ્તારમાં આ વરસાદની સિઝનમાં બનેલો રોડ છે તેવી દેખીતી રીતે લાગી રહ્યું છે જેમ કે રોડ પર મોટા ભુવા પડી ગયેલા છે એકદમ બિસમાર રસ્તો બની ગયો છે. આ હાઈવે પર આ ખરાબ રસ્તાના કારણે મૃત્યુ થશે તો તેનું જવાબદાર કોણ સાથે આ રોડનો નિયમ મુજબ ટોલટેક્ષ ભરવામાં જો આવે તો આ રોડ રીપેર કેમ કરવામાં નથી આવતો સાથે આ આડેસર ટોલટેક્ષની આજુબાજુમાં ઘણા ગામડાં આવેલા છે આ ટોલ સરકારે મજૂર કરવામાં શરતોને આધીન ગેજેટ બહાર પાડીને પણ આ સરકારના નિયમોને નેવે કોની રાહબરીથી ચાલી રહ્યું છે તેવો આક્ષેપ દલિત સંગઠનના પ્રભારી નીલ વિઝોડાએ કર્યો હતો. આજુબાજુના વિસ્તારના લોકોને અગવળતા ન પડે તે માટે સર્વિસ રોડ બનાવાનો હોય તે પણ નથી બનાવેલો.આ સાથે કોઈ નેશનલ હાઈવે આથોરિટીમાંથી કોઈ સક્ષમ અધિકારીની વિઝીટ પણ નથી રહી. આ તમામ બાબતે આડેસર વિસ્તારના લોકોની માંગણીને ન્યાય મળે તે મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠન દ્વારા આ સરકારને તાત્કાલિક અસરથી આ હાઈવે પર ઉબડખાબડ રોડને લીધે કોઈ જાનહાનિ થઈ તો સરકાર જવાબદાર રહેશે માટે આ રોડની તાત્કાલિક મરામત કરાવી આપવી સાથે સર્વિસ રોડ બનાવવો જો આ માંગણીઓ ન સંતોષાય તો આગામી દિવસોમાં ચકકાજામ કરીને સરકાર પાસે ન્યાયની માંગ મૂકશે તેવું જણાવ્યું હતું.