ગાંધીધામ રેલવે મથકે પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન લગાડાયું

ગાંધીધામ રેલવે મથકે પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન લગાડાયું
ગાંધીધામ, તા. 10 : દેશભરમાં પ્રદૂષણને ડામવા માટે પ્લાસ્ટિક રિસાઈકલ ઉપર સરકાર દ્વારા વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.  દેશના મોટા શહેરોના રેલવે સ્ટેશનોમાં પ્લાસ્ટિકની બોટલોને નેસ્તનાબૂદ કરવા લાંબા અરસાથી કાર્યરત ક્રશર મશીન હવે ગાંધીધામ પણ આવી પહોંચ્યું છે.  રેલવે સ્ટેશન પરિસરમાં પાણી અને ઠંડા પીણાની પ્લાસ્ટિકની સેકડો બોટલો પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવતી હોય છે. આ પ્લાસ્ટિકની બોટલોના કચરાથી સ્ટેશન પરિસરને ફ્રી કરવા અને તેનું રિસાઈક્લિંગ કરી શકાય તે હેતુથી મેટ્રો સિટીમાં  આ   પ્રકારના મશીનો તો ઘણા સમયથી કાર્યરત છે. તાજેતરમાં અમદાવાદ બાદ ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે ગઈકાલે જ આ મશીન  કાર્યરત કરવામાં આવ્યું છે. સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે પ્રશાસન દ્વારા અનેક મહત્ત્વના પગલાં લેવાયા છે. મશીનરી મારફત સતત પરિસરમાં સાફસફાઈ કરવામાં આવે છે.   અંદાજે પાંચ લાખની કિંમતનું આ ક્રશર મશીન રિલાયન્સ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આપવામાં આવ્યું  છે.  મશીનમાં પ્લાસ્ટિકની બોટલ નાંખ્યા બાદ તેમા રિસાઈકલ થઈ શકે તેવું તત્ત્વ એકત્ર થઈ જશે. આ રિસાઈકલ લાયક પ્લાસ્ટિકને એજન્સી દ્વારા જ મશીનમાંથી લઈ જવામાં આવશે. જો કે આ અંગેની ચોક્કસ નીતિ નજીકના ભવિષ્યમાં પ્રશાસન દ્વારા બનાવવામાં આવશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer