પ્રત્યેક નાગરિક જાગૃત થઇને દેશ માટે વફાદારી નિભાવે તે આવશ્યક

પ્રત્યેક નાગરિક જાગૃત થઇને દેશ માટે વફાદારી નિભાવે તે આવશ્યક
મુંદરા, તા. 10 : તાલુકાના નાના કપાયા ગામે સુરક્ષા જવાન શિવજીભાઇ?પાતારિયા 21 વર્ષથી મા ભારતીની સુરક્ષા કર્યા બાદ નિવૃત્ત થતાં મૂળ વતન નાના કપાયા પરત આવ્યા હતા. આ અવસરે નાના કપાયા બોરાણા ગ્રામ પંચાયત તથા વાડી વિસ્તારની શાળા દ્વારા શિવજીભાઇનું સન્માન કરવામાં આવ્યું હતું. નાના કપાયા બોરાણા જૂથ ગ્રા.પં.ના પૂર્વ સરપંચ શામજી લાખા સોધમ તથા સદસ્ય શકુર સુમરાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રની સાચી મૂડી દેશના સૈનિકો જ છે. દેશના દરેક નાગરિકને દેશ પ્રત્યે વફાદાર થઇ જાગૃત થવા કહ્યું હતું. આશુતોષ સી.એફ.એસ. દ્વારા નાના ભૂલકાઓને સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટાંકણે સરપંચ વાલબાઇ સોધમ, રજાક ઓસમાણ, મૂરજી સોધમ, ગ્રા.પં.ના સદસ્યો, અદાણીના જાગૃતિબેન જોષી, જયરામભાઇ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer