ભુજનો સંસ્કારનગર વિસ્તાર ગટરના લીધે બન્યો નર્કાગાર

ભુજનો સંસ્કારનગર વિસ્તાર ગટરના લીધે બન્યો નર્કાગાર
ભુજ, તા. 10 : શહેરનો પોશ ગણાતો સંસ્કારનગર વિસ્તાર ફરી ચોમાસે કદરૂપો બન્યો છે. અત્યારે ચારેકોર ગટરની ચેમ્બરમાંથી દુર્ગંધયુક્ત ગંદાં પાણી વહેવાં લાગતાં રહેવાસીઓ માટે નર્કાગાર જેવી સ્થિતિ બની રહી છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે, સંસ્કારનગરની મોટા ભાગની શેરી અત્યારે ગટરનાં ગંદાં પાણીના ભરડામાં છે. ગરબી ચોક નજીકનો છેલો તો દૂષિત પાણીથી અવિરત વહી રહ્યો છે. એટલું જ નહીં યોગીરાજ પાર્ક, સત્યમ કોલોની, બાપા સીતારામ મઢુલી પાસેથી વાહનોને પણ પસાર થવું દુષ્કર બન્યું છે એટલી ગંદકી ફરી વળી છે. આગળ જતાં મંગલમ્ ચાર રસ્તા પાસે પણ ગંદાં પાણીનાં વહેતાં ગંદા ઝરણાંએ ત્રાસ ઊભો કર્યો છે, પરંતુ તંત્રે કરેલી મહેનત છતાં તેનો ઉપાય શોધી શક્યું નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer