દેશ, ગામના રક્ષણ માટે સજ્જ થવા નાગરિકોને અનુરોધ

દેશ, ગામના રક્ષણ માટે સજ્જ  થવા નાગરિકોને અનુરોધ
ભુજ, તા. 10 : નાગરિક સંરક્ષણની પાયાની તાલીમમાં નાગરિક સંરક્ષણ દળની રચના, કાર્યો, ફરજો અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોએ કરવાની રહેતી કામગીરી, સંદેશાવ્યવહારના સાધનોની જાણકારી તાલીમ અધિકારી દ્વારા કનકપુર કોલેજ અને હાઇસ્કૂલ તથા વી. એલ. હાઇસ્કૂલ નલિયા ખાતે અપાઇ હતી. આપત્તિના સમયે રાહત અને બચાવ કામગીરીનું અદાણી પાવર બિટા ફાયર વિભાગના કમલભાઇ તથા?ટીમ દ્વારા ફાયર નિર્દેશન કરાયું હતું. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અભયમ્ મહિલા હેલ્પલાઇન 181ના ઇન્ચાર્જ વાહન સાથે આવીને મહિલાઓને કેવા પ્રકારની મુશ્કેલીમાં 181ની સેવા મળી રહે છે તેની માહિતી આપી હતી. 108 સેવાની અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિઓને સ્થળ પર તબીબી મદદ મળે તેની પણ જાણકારી આપી હતી. પાયાની તાલીમમાં પાસ થયેલા ઉમેદવારોને નિયંત્રક નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજિ. રેમ્યા મોહનની સહી થયેલા 289 પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કનકપુરમાં 101, સરકારી હાઇસ્કૂલ કનકપુરમાં 85, વી. એલ. હાઇસ્કૂલમાં 103 તાલીમાર્થી પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનારા તાલીમાર્થીઓને કોલેજના આચાર્ય મેહુલ પટેલ, હાઇસ્કૂલના આચાર્ય, સરપંચ, કનકપુર સેવા સહકારી મંડળીના પ્રમુખ વાડીલાલ પોકાર તેમજ નલિયા ખાતે સરપંચ રેખાબા જાડેજા, ચીફ?વોર્ડન વિનોદભાઇ     ઠાકરના હસ્તે પ્રમાણપત્ર?અપાયાં હતાં. તાલીમ અધિકારી હરેશ ઠાકરે તાલીમ મેળવ્યા બાદ તમામ તાલીમાર્થીઓને દેશ, સમાજ અને ગામના રક્ષણ માટે કટિબદ્ધ બનવા હાકલ કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer