કાળા ડુંગરે બે દિ''નો મેળો ઉમંગે ભરાયો

કાળા ડુંગરે બે દિ''નો મેળો ઉમંગે ભરાયો
ખાવડા (તા. ભુજ), તા. 10 : સીમાના સંત્રી એવા કાળા ડુંગર સ્થિત દત્ત શિખર પર ભગવાન ગુરુ દત્તાત્રયના સાંનિધ્યમાં પરંપરાગત બે દિવસીય મેળો ઉમંગભેર ભરાયો હતો. સ્થળના વિકાસ માટે ફંડની અપીલ થતાં જોતજોતાંમાં ત્રણ લાખ જેટલું ફંડ એકત્ર થઇ ગયું હતું. મેળાના પ્રથમ દિવસ સોમવારે રાત્રે ઓસમાણ મીર અને રેખાબેન વાળાનો સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલાકારોએ કલાનાં કામણ પાથરીને સવાર સુધી ભજનો સાથે વહેલી સવારે દેશભક્તિનાં ગીતોની રમઝટ?બોલાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત અ.ક. રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ?પંકજ ઠક્કર, અ.ગુ. લોહાણા યુવા સમિતિના પ્રમુખ?જયેશ સચદે ઉર્ફે બાપા દયાળુ, ભુજ લોહાણા યુવક મંડળના પ્રમુખ જિગર કોટક ઉપરાંત ભુજ લોહાણા મહાજનની નવનિર્મિત કારોબારીના ઉપસ્થિત સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ધ્રોબાણા માર્ગ પર નવનિર્મિત પ્રવેશદ્વારનું પ્રતીક લોકાર્પણ ઓધવજી દામજી પરિવાર તરફથી થયું હતું. મંગળવારે સવારે મેળા સમાપન સમારોહમાં નિજ મંદિરના સુશોભન અને વાતાવરણમાં હિમાલયનો અનુભવ થતો હોવાનું આર.એસ.એસ.ના સેવા પ્રાંત પ્રમુખ નારાણભાઇ?વેલાણીએ જણાવ્યું હતું. આરંભમાં દત્ત મંદિર વિકાસ સેવા સમિતિના પ્રમુખ હીરાલાલ રાજદેએ સૌને આવકારી અહીં દિન પ્રતિદિન થઇ?રહેલા વિકાસ માટે સૌના સહયોગની સરાહના કરી હતી. સમિતિના મંત્રી ધીરેન્દ્ર તન્નાએ અહીંની પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતા અને ફંડ માટે અપીલ થતાં તરત જ જબરો પ્રતિસાદ મળ્યો હતો અને લગભગ ત્રણ?લાખ જેટલું ફંડ એકત્રિત થયું હતું. મંદિર અને મંચ સુશોભનના સહયોગી આદિપુર સ્થિત ભૂપેન ગણાત્રા, વિદ્યાભારતીના શાંતિલાલ ઠક્કર, મહાપ્રસાદના સહયોગી રામદેવ ગ્રુપ, અલ્પાહારના સહયોગી રવિભાઇ, પી.જી.વી.સી.એલ.ના જુ.ઇ. શ્રી ગામીત તેમજ સ્ટાફ અને પાણી પુરવઠાના જુસબ સમા ઉપરાંત પ્રસંગોપાત અમૂલ્ય આર્થિક યોગદાન આપી રહેલા સોલારીસ ફેક્ટરીના વા. ચેરમેન યોગેન્દ્રસિંહ, હિસાબી અધિકારી શ્રી સોની વિ.નું પણ સન્માન કરાયું હતું. ઉપપ્રમુખ ભીમજીભાઇ?કોટકે આભારદર્શન કર્યું હતું. સમિતિના મંત્રી લીલાધર ચંદે, બાલકૃષ્ણ ઠક્કર, સાવંત તન્ના, શશિકાંત કેસરિયા, પરેશભાઇ ઠક્કર, ખાવડાના મહાજન મંત્રી શાંતિલાલ દાવડા, સહમંત્રી રામલાલ ઠક્કર, સભ્યો પ્રાણલાલ ઠક્કર, દિલીપ દાવડા, જમનાદાસ દાવડા વિ. ઉપસ્થિત રહ્યા હતા. મહાજનના યુવા સભ્ય વિપુલ તન્નાનાં માર્ગદર્શન તળે યુવા પ્રમુખ અનિરુદ્ધ રાજદે, કનૈયાલાલ સોતા, રોનક સોતા, સુમન વર્મા, પંકજ રાજદે વિ.એ સહયોગ આપ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer