ગઢશીશામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં 75 કૃતિ

ગઢશીશામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં 75 કૃતિ
ગઢશીશા (તા.માંડવી), તા.10 : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર માંડવી દ્વારા ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-2019નું ગઢશીશામાં દેવકાંબેન હીરજી દેઢિયા કુમાર શાળાના યજમાન પદે આયોજન કરાયું હતું.  દીપ પ્રાગટય બાદ શાળાના દાતા પરિવારના સોહિતભાઈ દેઢિયા, નવીનતભાઈ દેઢિયા, પ્રેમજીભાઈ દેઢિયા, ડુંગરશીભાઈ દેઢિયા, રમણીકભાઈ દેઢિયા, તાલીમ ભવન ભુજના લાયઝન ઓફિસર સંજયભાઈ ઠાકર, માંડવી તા. પ્રા. શિક્ષણાધિકારી મોહનભાઈ ફુફલ, માંડવી શિક્ષક સમાજના પ્રમુખ આશાભાઈ રબારી, મંત્રી નાગાજણ ગઢવી, બી.આર.ટી. બિપિનભાઈ પરમાર તથા આઈ ચંદુમાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. યજમાન શાળાના આચાર્ય ગીતાબેન જાડેજાએ સૌને પુષ્ણગુચ્છ અને સાલથી આવકાર આપ્યો હતો. જૈન અગ્રણી સોહિતભાઈ અને નવીનભાઈએ જણાવ્યું હતું કે, ગામની શાળાઓમાં આવા અત્યાધુનિક વૈજ્ઞાનિક અભિગમોની ખીલવણી થાય તેવા હેતુથી ગણિત-વિજ્ઞાન પ્રદર્શન બાળકોમાં રસપ્રદ બની રહે તે માટે આવા કાર્યક્રમો ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભુજના લાયઝન ઓફિસર સંજયભાઈએ ધર્મ અને વિજ્ઞાનને સાંકળીને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. તા. પ્રા. શિક્ષણાધિકારી મોહનભાઈએ માંડવી તાલુકાના બાળ વૈજ્ઞાનિકો રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તે માટે તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી. માંડવી તાલુકાની કુલ-75 જેટલી કૃતિઓને લઈને 150 બાળ વૈજ્ઞાનિકો અને 75 જેટલા માર્ગદર્શક શિક્ષકો હાજર રહ્યા હતા.  જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી સંજયભાઈએ કૃતિઓનું નિરીક્ષણ કરી વિશેષ માર્ગદર્શન પૂરું પાડયું હતું. સાથે સાથે ભોજન-પ્રસાદના દાતા રામભરોસે હસ્તે મણિલાલ ધોળુ, દાતા દેવકાંબેન હીરજી પરિવાર, મંજુલાબેન ગોસ્વામી, સંજય ગોસ્વામીનો આભાર માન્યો હતો.  નિર્ણાયક તરીકે દિનેશભાઈ પટેલ, મનિષ ત્રિવેદી અને દિનેશ મહેશ્વરીએ સેવા આપી હતી. ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને દેઢિયા પરિવાર તરફથી ટી-શર્ટ તથા પ્રમાણપત્ર અપાયા હતા. આયોજનમાં બળવંતસિંહ રાઠોડ, જિતેન્દ્ર પટેલ, રજની પટેલ, સુમન પટેલ, ગોપાલ ચૌહાણ, હરેશ સાધુ, સી.આર.સી. કો. ઓર્ડિ. ગઢશીશા ગ્રુપ શાળાના પ્રજ્ઞેશ ત્રિવેદી, કમલેશ પટેલ તથા યજમાન કુમાર શાળાના શિક્ષકોએ સહયોગ આપ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer