રોમાંચક કૃતિઓ નિહાળી પ્રેક્ષકો બન્યા મંત્રમુગ્ધ

રોમાંચક કૃતિઓ નિહાળી પ્રેક્ષકો બન્યા મંત્રમુગ્ધ
વિરાણી મોટી, તા. 10 : ગામની ભાગોળે આવેલા સંતકૃપા વિદ્યાલયમાં ગુજરાત રાજ્ય યુવા સંસ્કૃતિક વિભાગ દ્વારા ગુજરાત, રાજસ્થાન, ગોવા, મહારાષ્ટ્ર, હરિયાણાના લોકકલ્યાણકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલાકારોએ દિલધડક રોમાંચક કાર્યક્રમો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વેસ્ટ ઝોન ક્લચર ઉદયપુર અને યુવા સંસ્કૃતિ વિભાગના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમનો મોટી વિરાણી રવિભાણ આશ્રમના લઘુ મહંત સુરેશ બાપુએ દીપપ્રાગટયથી આરંભ કરાવ્યો હતો. પ્રારંભે યોગેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. વિવિધ રાજ્યના કલાકારોએ દરેક રાજ્યના સાંસ્કૃતિક ગીતો, ગરબા, દાંડિયારાસ, બેડાંરાસ, ઘૂમર, મોરલી ડાંસ, વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં કાનજીદાદા કાપડી (મહામંત્રી વડાપ્રધાન પ્રચાર પ્રસાર સમિતિ-ગુજરાત), કચ્છ જિલ્લા રમતગમત અધિકારી નરશીભાઈ આહીર, સંતકૃપા વિદ્યાલયના પ્રમુખ મુરુભા વી. જાડેજા, આચાર્ય નવનીતભાઈ પટેલ, જી.એમ.ડી.સી. કોલેજના ડો. મોદી, ન.તા. શિક્ષક સંઘના પ્રમુખ રામુભા જાડેજા, જિલ્લા રમતગમત શાખા અધિકારી, કર્મચારીઓ, વાલીગણ, વિદ્યાલયનો સ્ટાફગણ, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. વિપુલભાઈ, મેઘરાજજી સોઢા, રાજેશભાઈએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન દેવેન્દ્ર પટેલે, આભારવિધિ શંકરસિંહ સોઢાએ કર્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer