ઉજ્જૈનના સાંસદે વ્યાપારની શકયતા ચકાસવા કંડલાની મુલાકાત લીધી

ઉજ્જૈનના સાંસદે વ્યાપારની શકયતા ચકાસવા કંડલાની મુલાકાત લીધી
ગાંધીધામ,તા. 10 : મધ્ય પ્રદેશના ઉજ્જૈનના સાંસદે તાજેતરમાં દીનદયાળ પોર્ટની મુલાકાત લઈ વિવિધ વસ્તુઓના આયાત નિકાસના  વ્યાપાર અંગેની શકયતાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી. સાંસદ અનિલ ફિરોઝિયાએ આરંભમાં પોર્ટના પ્રશાસનીક કાર્યાલયની મુલાકાત લીધી હતી. પોર્ટના અધ્યક્ષ એસ.કે.મેહતાએ સાંસદને આવકાર્યા હતા. તેમણે બેઠક દરમ્યાન પોર્ટ ફંકશનિંગ, વિવિધ ઉપલબ્ધ સેવાઓ, માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી. સાંસદ શ્રી ફિરોઝિયાએ ખાદ્ય પદાર્થ અને ખેતી ઉત્પાદિત વસ્તુઓની આયાત નિકાસ બાબતે ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી. પ્રશાસનીક કાર્યાલય ખાતે બેઠક પૂર્ણ થયા બાદ પોર્ટના ટ્રાફિક મેનેજર કૃપાનંદાસ્વામીએ તેમને પોર્ટની મુલાકાત કરાવી હતી અને પોર્ટ ઓપરેશન અંગે જાણકારી આપી હતી. ઉજ્જૈનના સાંસદે મુલાકાત દરમ્યાન પોર્ટની કાર્યક્ષમતા અને માળખાકીય સુવિધાઓ બાબતે સંતોષની લાગણી વ્યકત કરી હતી.  અને દેશના મહાબંદરોમાં સતત 12 વર્ષથી પ્રથમ ક્રમ જાળવી રાખવા બદલ ચેરમેન અને તેમની ટીમને અભિનંદન પાઠવયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer