રાજ્યના દરેક સમાજને ન્યાય મળવો જોઈએ

રાજ્યના દરેક સમાજને ન્યાય મળવો જોઈએ
અંજાર, તા. 10 : રતનાલ ખાતે આગરિયા મુસ્લિમ સમાજને 10 ટકા આર્થિક અનામત સમાજોની યાદીમાં ગુજરાત સરકાર દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આગરિયા મુસ્લિમ સમાજ વતી રાજ્યમંત્રી વાસણભાઈ આહીર દ્વારા વિશેષ રજૂઆતોથી સમાજને આર્થિક અનામતનો લાભ મળતાં કચ્છ જિલ્લ્લા આગરિયા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સન્માનપત્ર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રીએ આગરિયા મુસ્લિમ સમાજના આગેવાનોને જણાવ્યું હતું કે રાજ્યના દરેક સમાજને ન્યાય મળે અને દરેક સમાજનો વિકાસ થાય એવા રાજ્ય સરકારના હંમેશાં પ્રયત્નો રહે છે. મારા મત વિસ્તારમાં વસતો આગરિયા મુસ્લિમ સમાજ એ મારો પોતાનો સમાજ છે એના માટે કાર્ય કરવું એ મારી ફરજનો ભાગ હોઈ રાજ્ય સરકાર દ્વારા કરાયેલા નિર્ણયથી 10 ટકા આર્થિક અનામતનો લાભ આગરિયા મુસ્લિમ સમાજને મળે છે. આ મર્યાદામાં આવતા પરિવારોને સરકાર દ્વારા મળતા લાભોથી ખૂબ જ મોટા ફાયદા થશે એવું જણાવી સમાજના આગેવાનો દ્વારા કરાયેલા સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આગરિયા મુસ્લિમ સમાજના મામદભાઈ આગરિયા,અબ્દુલભાઈ આગરિયાએ  રાજ્યમંત્રીએ સમાજ માટે કરેલા કાર્યોની છણાવટ કરી મંત્રી દ્વારા આગરિયા મુસ્લિમ સમાજ માટે કરાયેલા કાર્યોની વિગતો આપી હતી. સમાજના પ્રમુખ મોહમ્મદભાઈ આગરિયા, આગરિયા અબ્દુલભાઈ, હુસેનભાઈ આગરિયા, ઈબ્રાહીમભાઈ આગરિયા, ઈશાકભાઈ આગરિયા, રમજાનભાઈ આગરિયા, હાજી અબ્દુલ આગરિયા, જુસબ આગરિયા, હુસેન આગરિયા, સિધિક આગરિયા વગેરે હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer