મુસ્લિમ સમાજમાં શિક્ષણનું સ્તર વધારવા અનુરોધ

મુસ્લિમ સમાજમાં શિક્ષણનું  સ્તર વધારવા અનુરોધ
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 10 : મોટી ખોંભડી ખાતે નખત્રાણા તાલુકા સૈયદ આલેરસુલ સમાજની બેઠક મળી હતી જેમાં આરોગ્ય શિક્ષણ જેવી બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. શરૂઆત કુર્આન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. સૈયદ હાજી અકીલશા, સૈયદ ગુલામ મુસ્તફાશા બાવા, સૈયદ નિઝામુદ્દીન બાવાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી આ બેઠકમાં ઉપસ્થિત પશ્ચિમ કચ્છ સૈયદ આલેરસુલ સમાજના પ્રમુખ સૈયદ હાજી અ. રસુલશા બાવાએ સમાજના હિતના કાર્યો માટે કાર્યશીલ રહી શિક્ષણ સ્તર વધે તેવો અનુરોધ કર્યો હતો. વધુ અભ્યાસ માટે આગળ વધવા વિદ્યાર્થીઓને સહકાર સાથે ગરીબ દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે તત્પરતા દાખવી સુખ-દુ:ખમાં ભાગ લઇ દેશ, સમાજના કાર્યમાં સહકાર આપવાની વાત કરી હતી. આ બેઠકમાં અબડાસા સમાજના પ્રમુખ સૈયદ જુસબશા, ઉપપ્રમુખ મામદશા, મંત્રી હૈદરશા, લખપત સમાજના પ્રમુખ હાજી હાસમશા, ઉપપ્રમુખ બડામિયા બાવા, મંત્રી રજબશા (માતાના મઢ) વગેરેએ વિવિધ સૂચનો કર્યા હતા. બેઠક દરમ્યાન આરોગ્ય મંત્રી રઝાકશા, શિક્ષણમંત્રી ગુલામશા, લિગલ મંત્રી અબ્દુલાશાની નિમણૂક કરવામાં આવી હતી. મહેમાનોનું સન્માન કરાયું હતું. આયેજન નખત્રાણા તાલુકા સૈયદ આલેરસુલ સમાજના પ્રમુખ સૈયદ કાદરશા હૈદરશાએ કર્યું હતું તેવું રઝાકશા સૈયદ તથા હૈદર અલીશા સૈયદએ એક યાદીમાં જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer