ટેસ્ટ ઓપનર તરીકે રોહિતનો વિચાર થશે

નવી દિલ્હી, તા.10: બીસીસીઆઇની પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે સંકેત આપ્યો છે કે રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની  ટેસ્ટ ઇલેવનમાં ઓપનિંગ બેટસમેનની ભૂમિકા ભજવી શકે છે. જ્યારે લોકેશ રાહુલનું ફોર્મ ચિંતાનો વિષય છે. ભારતીય એક દિવસીય અને ટી-20 ટીમના ઉપસુકાની રોહિત શર્મા પાછલા કેટલાક સમયથી શાનદાર ફોર્મ છે. આમ છતાં તેને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની બે ટેસ્ટની શ્રેણીમાં મોકો મળ્યો ન હતો. ટેસ્ટ ટીમમાં રોહિત મધ્યક્રમમાં પસંદ થાય છે. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં અંજિકયા રહાણે અને હનુમા વિહારીની મિડલ ઓર્ડરમાં સફળતા બાદ મુખ્ય પસંદગીકારે હવે રોહિતની ટેસ્ટમાં ઓપનર તરીકે અજમાયશ કરવાનું મન બનાવી લીધું હોવાના રિપોર્ટ છે. રોહિત જે રીતે મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં ઓપનર તરીકે સફળ રહ્યો છે તે રીતે ટેસ્ટમાં પણ સફળ રહેશે તેવું પસંદગીકારોનું માનવું છે. પ્રસાદે કહ્યંy કે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ બાદ અમારી બેઠક મળી નથી. જ્યારે મળશે ત્યારે નિશ્ચિત રીતે આ મુદે (રોહિતને ઓપનર તરીકે અજમાવવો) ચર્ચા  અને વિચાર થશે. તેમણે કહ્યંy કે લોકેશ રાહુલ ઘણો જ પ્રતિભાશાળી છે. બેશક તે ટેસ્ટ ક્રિકેટમાં હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. નિશ્ચિત રીતે તેનું ફોર્મ ચિંતાનો વિષય છે. તેણે વિકેટ પર વધુ સમય પસાર કરવાની જરૂર છે. ફોર્મમાં વાપસી કરવી પડશે. વિન્ડિઝ પ્રવાસમાં રાહુલે 13, 6, 44 અને 38 રનની ઇનિંગ રમી હતી.  કુલદીપ યાદવ અને યજુર્વેન્દ્ર ચહલ વિશે એમએસકે પ્રસાદે કહ્યુyં કે તે બન્ને આગામી ટી-20 વર્લ્ડ કપની યોજનાના હિસ્સા છે. આથી તેમને હાલ વિશ્રામ અપાયો છે.      

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer