વિરાટ-રોહિત વચ્ચે મતભેદ નહીં, અંતર ફક્ત નજરનું : શાત્રી

દુબઇ, તા. 10 : કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચેના મતભેદની ખબરો વર્લ્ડ કપ દરમિયાનથી બહાર આવી છે. જો કે બન્ને તેને નકારી રહયા છે. હવે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાત્રીએ આ અટકળો પર પૂર્ણવિરામ મુકવા કોશિશ કરી છે. તેમણે કહયું છે કે નજરના અંતરને મતભેદના રૂપમાં જોવું જોઇએ નહીં. શાત્રીએ અહીં ગલ્ફ ન્યૂઝ સાથેની મુલાકાતમાં કહયું છે કે ટીમમાં જ્યારે 1પ ખેલાડી હોય છે ત્યારે હંમેશા નજરોમાં ભિન્નતા આવતી હોય છે. હું પણ નથી ઇચ્છતો કે બધા એક સરખું બોલે. ચર્ચાઓ થવી જોઇએ. નવી રણનીતિ વિશે વિચારો રજૂ થવા જોઇએ. તમામ ખેલાડીઓને અભિવ્યકિતનો મોકો મળવો જોઇએ. જો કોહલી સાથે રોહિતના મતભેદ હોત તો તે વિશ્વ કપમાં પાંચ સદી કરી શકયો હોત. હું પાછલા પાંચ વર્ષથી ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમનો હિસ્સો છું. મને આવી મતભેદની વાતો બિલકુલ બકવાસ લાગે છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer