સામખિયાળી ચેક પોસ્ટ નજીકના હુમલા કેસમાં આરોપીઓ નિર્દોષ

ગાંધીધામ, તા. 10 : સામખિયાળી આર.ટી.ઓ. ચેક પોસ્ટ પર હથિયાર ધારણ કરી અને હુમલાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં 9 લોકોને નિર્દોષ જાહેર કરાયા હતા. ભચાઉના બ્રિજરાજસિંહ નરપતસિંહ જાડેજાએ બે વર્ષ અગાઉ મહેન્દ્રસિંહ કલુભા જાડેજા, વિક્રમસિંહ ગજુભા જાડેજા, અશોકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ઘલુભા જાડેજા, હરપાલસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા, સહદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા, મુકુંદ લાભશંકર જોશી, જાલમસિંહ બળવંતસિંહ જાડેજા, બલભદ્રસિંહ વિજયસિંહ જાડેજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયાર ધારણ કરી ફરિયાદી ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો તેવું જણાવાયું હતું. આ કેસ ભચાઉની કોર્ટમાં ચાલી ગયા બાદ તમામ આધાર-પુરાવા ચકાસી ન્યાયાધીશે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમાં આરોપીઓઁના વકીલ તરીકે ધારાશાત્રી અજમલ સોલંકી હાજર રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer