અબડાસામાં વરસાદ થકી અટવાયેલા લોકોને આશ્રય

રાતાતળાવ (અબડાસા), તા. 10 : વરસાદનાં કારણે અબડાસાના વિવિધ વિસ્તારના નદી-નાળા ઊભરાતાં તાલુકાના વિવિધ વિસ્તારના પ્રવાસીઓ અને વાહનચાલકો રઝડી પડયા હતા. આવા સવાસો લોકોને રાતાતળાવ ખાતે આશ્રય અપાયો હતો.રવિવારે ભારે વરસાદનાં કારણે નરેડી, ભિટારા, બાલાચોડ, મોથાળા, સરગુઆરાના નદીનાળા, છેલા ઊભરાયા હતા. પોતાના ગામ જવા માગતા પ્રવાસીઓ અને વાહનચાલકોને રાતા તળાવ ખાતે આશ્રય અપાયો હતો. 125 જણની નિવાસ અને ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. સોમવારે નદી-નાળાનાં પાણી ઓસરતાં પ્રવાસીઓ પોતાના ગામ પહોંચ્યા હતા. રાતાતળાવ સંસ્થાના સંચાલક મનજી બાપુએ તમામની વ્યવસ્થા ગોઠવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer