ભુજ લોહાણા મહાજન દ્વારા આગામી કાર્યક્રમો જાહેર કરાયા

ભુજ, તા. 10 : અહીંના લોહાણા મહાજનની કારોબારી સભા મળી હતી. જેમાં પ્રમુખ તરફથી સને 2019-22ના કારોબારી સભ્યોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. પ્રમુખપદે પુન: કિરણભાઇ ગણાત્રા, ઉપપ્રમુખ નવીનભાઇ આઇયા, મંત્રી સતીશભાઇ શેઠિયા, સહમંત્રીઓ ભરતભાઇ રાણા, ડો. મહેન્દ્રભાઇ ઠક્કર, ખજાનચી દીપકભાઇ ઠક્કર તથા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. આગામી જલારામ જયંતીના મુખ્ય દાતા વિષ્ણુભાઇ કેસરિયા તથા   આવતા વર્ષના ચૈત્રી ચંદ્રના મુખ્ય દાતા યોગેશભાઇ દાવડાના નામની દરખાસ્ત હરેશભાઇ કતિરાએ મૂકી હતી. જેને સમગ્ર કારોબારી સભ્યોએ વધાવી લીધી હતી. પ્રમુખસ્થાનેથી શ્રી ગણાત્રાએ સૌ સાથે મળી ટીમવર્ક દ્વારા આગામી ત્રણ વર્ષ માટે કાર્ય કરવાની નેમ વ્યક્ત કરી હતી. મહાજનના ઉપપ્રમુખ શ્રી આઇયાએ સહયોગી દાતાઓ તરફથી ભુજ શહેરના જરૂરિયાતમંદ કોલેજના વિદ્યાર્થીઓ માટે 40 લેપટોપ મહાજન તરફથી નક્કી કરેલા નિયમોને આધીન આપવાની જાહેરાત કરી હતી. મંત્રી શ્રી શેઠિયા તરફથી આર્થિક મદદની જાહેરાત કરાઈ હતી. નીતિનભાઇ ઠક્કરે ગત ત્રણ વર્ષના કામોની વિગત આપી હતી. આગામી તા. 22-9ના સરસ્વતી સન્માન સમારંભ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વાંચન કમલ કારિયાએ કર્યું હતું. આભારવિધિ મીતભાઇ પૂજારાએ કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer