કંડલા સ્માર્ટ સિટીની એ જમીન ''98ના વાવાઝોડાં પછી પાણીમાં ગરકાવ થઈ નથી

ગાંધીધામ, તા. 10 : ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીસ એસોસિએશન (ફોકિયા)એ કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રીને પત્ર લખીને સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી (એસ.આઈ.પી.સી.) અંગે કેટલાંક સૂચન કર્યાં હતાં. જેમાં હાલની પ્રસ્તાવિત જમીન ઉપર 1998ના વાવાઝોડાંમાં પાણી ભરાઈ ગયાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના સૂત્રોએ તે પછી આવું કંઈ ન થયું હોવાની સ્પષ્ટતા કરી છે.  ડીપીટી વતી મુખ્ય ઈજનેર સુરેશ પાટિલે જણાવ્યું હતું કે કંડલામાં એસ.આઈ.પી.સી. માટેનો જે વિસ્તાર નકકી થયો છે તે રોકાણકારોને લીઝ ઉપર આપવા સંપૂર્ણ તૈયાર છે. એસ.આઈ.પી.સી. માટે જ વિકસાવાયેલો આ વિસ્તાર 1998ના વાવઝોડાં પછી કયારેય ડૂબમાં ગયો નથી.એસ.આઈ.પી.સી. માટે આ જમીન વિકસાવાતાં કોઈપણ પ્રકારનો જળભરાવ ન થાય તે રીતે તેનું લેવલિંગ કરાયું છે. આ જમીન બંદરથી માત્ર 3 કિ.મી જ દૂર છે અને તેની આસપાસ અનેક નમક ઉદ્યોગ તથા તેલ સંગ્રહના ટાંકા-ઈન્સ્ટોલેશન આવેલા છે. જે તમામ બંદરમાં માલ હેરફેરનો આંક સતત વધારી રહ્યા છે તેવું જનસંપર્ક વિભાગની એક લેખિત યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer