મચ્છુનગર પરિણીતા આપઘાત કેસમાં સાસરિયા નિર્દોષ

ગાંધીધામ, તા. 10 : શહેરના મચ્છુનગરમાં બનેલા ત્રણ વર્ષ અગાઉના પરિણીતાના આપઘાત પ્રકરણમાં તમામ આરોપીઓને અહીંની કોર્ટે નિર્દોષ જાહેર કરી  મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.  શહેરના મચ્છુનગરમાં હકકુબેન નામના પરિણીતાએ કેરોસીન પી લઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં તેના પિતા જેસંગ કચરાભાઈ પરમારે પરિણીતાના સાસરિયા એવા રાજેશ ખીમા,  હોમીબેન ખીમા,  ગેલા ખીમા, રમેશ ખીમા અને હીરા ખીમા ધેડા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ અંગે ચાર્જશીટ થયા બાદ કેસ અહીંની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં તમામ આધાર, પુરાવા, લેખિત મૌખિક દલીલો સાંભળી ન્યાયાધીશે આ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.  આરોપી પક્ષે વકીલ તરીકે  ધારાશાત્રી આર. ટી. લાલચંદાણી, પ્રવીણ પરમાર,  મમતા આહુજા હાજર રહ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer