અંજારમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 10 : અંજારના જડેશ્વર મહાદેવ મંદિર નજીકથી પોલીસે એક શખ્સને ચોરાઉ મનાતા બાઇક સાથે પકડી પાડયો હતો.અંજારના જડેશ્વર મહાદેવ મંદિર નજીકથી હેમલાઈ ફળિયામાં રહેનારો રફીક ઇબ્રાહીમ કલર નામનો ઇસમ નીકળ્યો હતો. આ શખ્સ પાસે રહેલા બાઇકના નંબર ન હોવાથી પોલીસે તેને અટકાવ્યો હતો અને તેના કબ્જામાં રહેલાં આ વાહન અંગે આધાર-પુરાવા માગ્યા હતા, જે આ ઇસમ ન આપી શકતાં રૂા. 15,000નું આ બાઇક ચોરાઉ હોવાનું જાણીને પોલીસે તે કબ્જે કર્યું હતું અને આ શખ્સની અટક કરી હતી. આ બનાવમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer