નલિયામાં આંગડિયા પેઢીની કચેરીમાં 38 હજારની ચોરી

નલિયા, તા. 10 : અબડાસાના આ મુખ્યમથક ખાતે બસ સ્ટેશન પાસે પી.એમ. આંગડિયા પેઢીમાંથી રૂા. 38,427ના મુદ્દામાલનો હાથફેરો થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સાધનોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બસ સ્ટેશન પાસેની પી.એમ. આંગડિયા પેઢીના ગઈ રાત્રે શટરનાં તાળાં તોડી રૂા. 15,000 રોકડા અને બે મોબાઈલ જેની કિંમત 23,427 મળી કુલ રૂા. 38,427ના મુદ્દામાલની ચોરી થયાની પેઢીના સંચાલક દિવ્યરાજસિંહ નટવરસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે. નલિયા પી.એસ.આઈ. એસ.એ. ગઢવી તપાસ ચલાવી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer