સુમરાસર શેખમાં યુવતીનો ગળેફાંસો ખાઇને આપઘાત

ભુજ, તા. 10 : તાલુકાના સુમરાસર(શેખ) ગામે ગીતાબેન વિક્રમભાઇ ભારાણી (ઉ.વ.28) દ્વારા ગળેફાંસો ખાઇને કોઇ કારણે મોત વ્હાલું કરી લેવાયું હતું. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસે આ બાબતે વિગતો આપતાં જણાવ્યું હતું કે હતભાગી ગીતાબેને આજે તેના ઘરમાં આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. બનાવ પછવાડેના કારણો હજુ સ્પષ્ટ થયા નથી. બનાવ બાબતે અકસ્માત મોતનો ગુનો નોંધી કારણો સહિતની છાનબીન હાથ ધરાઇ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer