સાતમ-આઠમના તહેવારોમાં 21 દરોડામાં સવાસો ખેલી સાણસામાં

ભુજ, તા. 25 : સાતમ અને આઠમના તહેવાર દરમ્યાન પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાનું પોલીસબેડું પ્રમાણમાં ઉદાસીન રહ્યું હતું પણ પશ્ચિમ કચ્છ પોલીસદળે જુગારની બદી સામેની કાર્યવાહી ફ્yલ સ્વિંગમાં પ્રવૃત્ત રાખી હતી. પૂર્વમાં બે અને પશ્ચિમમાં 19 મળી કુલ્લ 21 દરોડામાં જુગાર રમવાના આરોપસર 125 ખેલી પકડાયા હતા. અલબત્ત પાંચ જણ નાસી ગયા હતા. પોલીસે રૂા. પોણા પાંચ લાખથી વધુની માલમતા કબ્જે કરી હતી.  - મમુઆરામાં ત્રિપુટી ઝપટમાં  : ભુજ તાલુકાના મમુઆરા ગામે સ્થાનિક પોલીસે પાડેલા દરોડામાં ત્રણ શખ્સને જુગાર રમવાના આરોપસર રૂા. 74,400 જેટલી મોટી રકમ સાથે ઝડપી પડાયા હતા. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી અનુસાર પકડાયેલા આરોપીમાં વાલા રવા જાટિયા, પ્રેમજી જખુ જાટિયા અને મનસુખ કાનજી મહેતાનો સમાવેશ થાય છે.  - ભુજમાં ડઝન ખેલી અંદર  : જિલ્લા મથક ભુજમાં હોસ્પિટલ રોડ ઉપર ડો. આંબેડકર હોલ પાસે વોટસ કલેક્શન કેબલ દુકાન નજીક ખુલ્લામાં સાતમના મોડી રાત્રે દરોડો પડાયો હતો. બી ડિવિઝન પોલીસની આ કાર્યવાહીમાં ભુજના પ્રજ્ઞેશ નારાણ ઠક્કર, અશોક લક્ષ્મીદાસ ઠક્કર, નીલેશ હરીશભાઇ ઠક્કર, ગોપાલ મનુભાઇ ઠક્કર, અશોક રવિલાલ માકાણી, હિંમતગર ખુશાલગર ગોસ્વામી અને રાજેશગર કિશોરગર ગોસ્વામીને ગંજીપાના વડે જુગાર રમતા રૂા. 13,640 સાથે ઝડપી પડાયા હતા. આ તમામ સામે વિધિવત ગુનો દાખલ કરાયો હતો. - માધાપરમાં પાંચ દબોચાયા  : બીજી બાજુ ભુજ તાલુકાના માધાપર ગામે રામનગરી વિસ્તારમાં ગંજીપાના વડે જુગાર રમતા પાંચ ખેલીને  રૂા. 10,530ની રોકડ સાથે પકડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા તહોમતદારોમાં ઓસમાણ ગુલમામદ નોડે, કિશોર જખુભાઇ લોંચા, દીપક રામજી મહેશ્વરી, લક્ષ્મણ હીરજી ગરવા અને ડાડા બુધિયા મહેશ્વરીનો સમાવેશ થાય છે.  - લોરિયામાં 10 પાંજરે પુરાયા  : ભુજ તાલુકામાં જ લોરિયા ગામે બસ સ્ટેન્ડ નજીક સરદારના ખેતર પાછળ ગામ તરફ જવાના માર્ગ ઉપર એ ડિવિઝન પોલીસ ત્રાટકતાં ધાણીપાસા વડે જુગાર રમતા 10 જણ રૂા. 14,080 સાથે દબોચાયા હતા. પોલીસ પાસેથી મળેલી વિગતો અનુસાર પકડાયેલા આરોપીઓમાં ગામના જગદીશ ઉર્ફે જગો પચાણ મહેશ્વરી, ભીમાજી રાણાજી સોઢા, મોહન સુમાર મહેશ્વરી, ભાણજી હીરા મહેશ્વરી, દેવજી વાલજી મહેશ્વરી, વેશલજી કરણજી જાડેજા, લખમશી દેવજી ભાનુશાલી, દેવજી પચાણ, ભીમાજી દિયાજી જાડેજા અને પુંજા મીઠુ મહેશ્વરીનો સમાવેશ થાય છે.  - માનકૂવામાં સાત જણ સાણસે  : ભુજ તાલુકામાં જ માનકૂવા ગામેગામના બાબુલાલ ખમીશા કોળી, આરીફ જુસબ ચાકી, અરાવિંદ ઉર્ફે ચીચો સુમાર કોળી અને દામજી થાવર મેરિયા, રામપર (રોહા) હાલે ભારાસરના મણિલાલ ખીમજી વાઘાલે, ભુજના અમલો ઉર્ફે અમીન ઇબ્રાહીમ મેમણ અને મિરજાપરના ડાયા ગાભા નિંજારની ધરપકડ કરાઇ હતી. ધાણીપાસાનો જુગાર રમવાના આરોપસર પકડાયેલા આ તહોમતદારો પાસેથી  રૂા. 21,930ની રોકડ અને એક મોબાઇલ ફોન કબ્જે કરાયા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું.  - આસંબિયામાં આઠ પકડાયા  : દરમ્યાન માંડવી તાલુકાના મોટા આસંબિયા ગામેગામના અબ્દુલ્લ કાસમ કુંભાર, અર્જુનાસિંહ ભૂપતાસિંહ જાડેજા, સુલેમાન જાકબ કુંભાર, હિતેશ મેઘજી ચૌહાણ, ભરત રાઘવજી ભટ્ટી, તેજસ ભરત ભટ્ટી, મુસ્તાક ઉમર સમેજા અને સંતોષ રતિલાલ પરમારની જુગારના દરોડામાં ધરપકડ કરાઇ હતી. પોલીસે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તહોમતદારોને ધાણીપાસાથી જુગાર રમવાના આરોપસર  રૂા. 7,730 રોકડા અને આઠ મોબાઇલ ફોન સહિત કુલ્લ રૂા. 16,230ની માલમતા સાથે પકડાયા હતા.  - બાડામાં 11 ખેલી `અંદર'  : આ વચ્ચે માંડવી પોલીસે તાલુકાના બાડા ગામે જુગાર બાબતે ગુણવત્તાસભર દરોડો પાડયો હતો. બાડા ગામના મહેશ્વરીવાસ વિસ્તારની એક ગલીમાં આ કાર્યવાહીમાં 11 આરોપીને ધાણીપાસા વડે જુગાર રમવાના આરોપસર રૂા. 21,300 રોકડા અને સાત મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 25,800ની માલમતા સાથે અંદર કરાયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પકડાયેલા તહોમતદારોમાં ચંદુ ઓલાભાઇ માતંગ, પ્રવીણ દેવરાજ માતંગ, લખુ કાનજી જુવડ, મોહન દેવરાજ માતંગ, શાંતિલાલ હરશી જુવડ, સાલેમામદ ઇશાક સઠિયા, વંકાજી નવઘણજી રાઠોડ, મજીદ ઓસમાણ ખલિફા, પુનશી દેવરાજ ગઢવી, જિજ્ઞેશ વેલજી માતંગ અને લક્ષ્મણાસિંહ અભયરાજાસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.  - મુંદરામાં પાંચની ધરપકડ  : મુંદરા નગરમાં આઝાદ શેરીના ખુલ્લા પટમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ ખેલૈયાને  રૂા. 14,300ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા. આ તહોમતદારોમાં મુંદરાના રામસંગ પ્રેમસંગ સોઢા, સાપર (જામનગર)ના અનિરુદ્ધાસિંહ ધીરૂભા ઝાલા, નાના બંદરા (ભુજ)ના રામદેવાસિંહ બાલુભા જાડેજા, પત્રી (મુંદરા)ના વિક્રમાસિંહ ભીખુભા ઝાલા અને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના વણોધ ગામના અમરસંગ લધુભા ઝાલાનો સમાવેશ થતો હોવાની પોલીસ સાધનોએ માહિતી આપી હતી.  - શેખડિયામાં ત્રિપુટી પકડાઇ  : મુંદરા તાલુકાના શેખડિયા ખાતે ગામના પાલુ જીવરાજ ગઢવી, હરેશ ઉર્ફે કારૂ કલ્યાણ ગઢવી અને સવરાજ કરશન ગઢવીને જુગારના દરોડામાં પકડાયા હતા. ગંજીપાનાથી રમતા આ ત્રણેય પાસેથી રૂા. 8,070ની રોકડ કબ્જે લેવાઇ હતી, તેમ પોલીસે જણાવ્યું હતું.  - નલિયામાં ત્રણ જણ ઝપટમાં  : અબડાસાના મુખ્ય મથક નલિયામાં બાંભડાઇ ફળિયામાં અલુ જુશા કોળી, જીતુ મીઠુ કોળી અને મોહન સોમચંદ કોળીની ધાણીપાસા વડે જુગાર રમવાના આરોપસર ધરપકડ કરાઇ હતી. આરોપીઓ પાસેથી રૂા. 1800 રોકડા કબ્જે લેવાયા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું.  - ધુફી નજીક પાંચ પકડાયા  : અબડાસામાં ધુફી ગામની પૂર્વે સ્મશાન પાસે બાવળોની ઝાડી વચ્ચે ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ વ્યકિતને રૂા. 5,300 સાથે નલિયા પોલીસે પકડયા હતા. પકડાયેલા ખેલીમાં વલીમામદ ઇબ્રાહીમ મંધરા, વેલુભા સતુભા જાડેજા, અલી જુમા કોળી, ચંદુ ગાભા મહેશ્વરી અને નીલેશ દેવશંકર જોશી સામેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.  - જંગડિયામાં પણ ત્રણ પકડાયા  : અબડાસામાં જંગડિયા ગામે બસ સ્ટેન્ડની બાજુમાં ઓટલા ઉપર ગંજીપાના વડે જુગાર રમી રહેલા નારાણ વેલજી ગરવા, પ્રવીણ વિશ્રામ બડિયા અને અરાવિંદાસિંહ નટુભા જાડેજાની ધરપકડ કરાઇ હતી. તેમની પાસેથી રૂા. 700 કબ્જે કરાયા હતા. - છ સિમેન્ટ કામદારો જબ્બે  : અબડાસામાં વાયોર પોલીસે પાડેલા અન્ય એક દરોડામાં સાંઘીપુરમ ખાતે સિમેન્ટ કંપનીના કામદારોની એફ. ટાઇપ વસાહત ખાતે બી. વિંગ પાસેના ઓટલા ઉપરથી છ કામદારો ગંજીપાનાના જુગારના દરોડામાં રૂા. 2,650 સાથે કાયદાના સકંજામાં ફસાયા હતા. જેમને પકડાયા છે તે આરોપીમાં બલીરામ ગણેશ મિસ્ત્રી, રાજેશ જુગલકિશોર સિન્હા, રમેશ જગમાલ વાળા, ભાવેશ અરજણ બાંભડિયા, વિજય મહેશ વડગામા અને જયેન્દ્રાસિંહ કાનજીભાઇ સવાનિયાનો સમાવેશ થાય છે, તેમ પોલીસે માહિતી આપી હતી.  - મોટી બેરમાં ત્રણની ધરપકડ  : વાયોર પોલીસની અન્ય એક કાર્યવાહીમાં ગામના બચુ હમીર કોળી, ભરત ભચા કોળી અને શિવરામ આંબા કોળીને ધાણીપાસાના જુગારમાં રૂા. 1,360 સાથે પકડાયા હતા, તેમ પોલીસે માહિતી આપી હતી.  - બેરમાં અન્ય બાર પકડાયા  : મોટી બેર ગામે જ અન્ય એક પોલીસ કાર્યવાહીમાં બાર ખેલી ધાણીપાસાના જુગારમાં રૂા. 13,620 રોકડા સાથે ઝડપાયા હતા. જેમની ધરપકડ કરાઇ છે તે તહોમતદારોમાં કેરાવાંઢના અશોક જુમા મહેશ્વરી, બરંદાના કાનજી નાથા, મોટી બેરના કાનજી સુમાર મહેશ્વરી, મીઠુ આચાર મહેશ્વરી, રાજેશ રામજી મહેશ્વરી, પીપરના ચન્દ્રાસિંહ માનાસિંગ જામ, બરંદાના સુરેશ ગોપાલ માતંગ, પીપરના ભીમજી સુમાર મહેશ્વરી અને મોટી બેરના હર્ષદ પરસોતમ ઠક્કરનો સમાવેશ થાય છે, તેવી વિગતો પોલીસ સૂત્રોએ આપી હતી.  - જખૌમાં ચાર જણ પકડાયા  : અબડાસામાં જખૌ ગામે જૂની સરકારી પ્રાથમિક શાળા સામે ખુલ્લી જગ્યામાં જશુભા કેશુભા જાડેજા, જુવાનાસિંહ બુધુભા જાડેજા, નરપતાસિંહ બહાદુરાસિંહ જાડેજા અને ખુમાનાસિંહ હરભમજી જાડેજા (રે. બધા કુકડાઉ)ને ધાણીપાસાથી રમતા પકડાયા હતા. તેમની પાસેથી  રૂા. 610 કબ્જે થયા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું.  - ધારેશીમાં પાંચ દબોચાયા  : લખપત તાલુકાના ધારેશી ગામે દયાપર પોલીસે પાડેલા જુગારના દરોડામાં નારાણ ઉર્ફે નવીન રામજી ખંભુ, લાલજી પુના ગોરડિયા, ભાવન લખુ, રમેશ મેઘજી પાયર અને નાનજી ગાંગજી પાયરની રૂા. 12,330 સાથે ધરપકડ કરાયાની વિગતો પોલીસે આપી હતી.  - દોલતપરમાં ચાર ઝડપાયા  : દયાપર પોલીસની અન્ય એક કાર્યવાહીમાં દોલતપર ગામેથી અમરત મંગા મારૂ, દયારામ બાબુ કોળી, રમેશ બાબુલાલ કોળી અને જેઠા મંગા ખોખર ગંજીપાના વડે જુગાર રમવાના મામલામાં ગિરફતાર થયા હતા. તેમની પાસેથી  રૂા. 3,340 રોકડા કબ્જે કરાયાનું પોલીસે જણાવ્યું હતું.  - પાનધ્રોમાં પણ ત્રણની અટક  : લખપત તાલુકામાં ના.સરોવર પોલીસ પાનધ્રો ખાતે ત્રાટકી હતી. ગામના કનુભા બુધુભા ચૌહાણ, નરપતાસિંહ બુધુભા ચૌહાણ અને  મનસુખ રામજી હેડાઉને ગંજીપાનાના જુગારમાં રૂા. 8,250 સાથે પકડાયા હોવાની માહિતી પોલીસે આપી હતી.  - સોમાણીવાંઢમાં પાંચ રફ્yચક્કર  : પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં રાપર તાલુકામાં સોમાણીવાંઢ ખાતે ડુંગરની પાછળ બાવળોની ઝાડી વચ્ચે રૂા. 31,300 રોકડા અને ત્રણ મોબાઇલ ફોન અને સાત બાઇક તથા એક કાર મળી કુલ્લ રૂા. 2,49,600ની માલમતા સાથે પાંચ ખેલીને પકડાયા હતા. જ્યારે અન્ય પાંચ આરોપી નાસી ગયા હતા. અમારા ગાંધીધામ બ્યૂરોએ પોલીસને ટાંકીને આપેલા અહેવાલ મુજબ જેમને પકડાયા છે તેમાં દિલીપ રાણા રાઠોડ, વિકાસ વેલા પરમાર, ઘનશ્યામ ભીખા ચાવડા, કેશા હરિ રાજપૂત અને મેરૂ પાંચા ભરવાડનો સમાવેશ થાય છે. જ્યારે ભાગી છૂટેલાઓમાં જેમલ ભીખા ભોજક, ડાયા બાબુ રાજપૂત, ભૂપત દુદા મોરાણી, બબા થેણા મોરાણી અને મોમાયા દુદા મોરાણીનો સમાવેશ થતો હોવાની માહિતી પોલીસે આપી હતી.  -ફતેહગઢમાં પણ પાંચ ઝપટે  : રાપર તાલુકામાં જ ફતેહગઢ ગામે અખા મઘા પરમાર, નારાણ વસરામ રાઠોડ, નાનજી સવા દાફડા, દુદા કાના રાઠોડ અને રમેશ માવજી પરમારની રૂા. 7550 સાથે ધરપકડ કરાઇ હતી, તેમ પોલીસે ઉમેર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer