ભારત સામે કેરેબિયનો દબાણમાં

નોર્થસાઉન્ડ, તા. 23 : ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટના પહેલા દાવની રમત આગળ ધપાવતાં બીજા દિવસે શુક્રવારે અજિંક્ય રહાણે (81) અને રવીન્દ્ર જાડેજા (58)ની અર્ધસદીની મદદથી 297 રન કર્યા હતા. ત્યારબાદ મેદાન પર ઉતરેલી કેરેબિયન ટીમે અંતિમ અહેવાલ અનુસાર 54 રને 3 વિકેટ ખોઇ દીધી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમે પહેલા દાવની શરૂઆતમાં જ 48 રનમાં બ્રેથવેઇટ (14) અને કેમ્પબેલ (23)ના રૂપમાં બે વિકેટ ગુમાવી દેતાં નબળો પ્રારંભ થયો હતો. પ્રારંભિક જોડી ક્રીઝ પર જામ્યા વિના આઉટ થઇ ગયા બાદ બ્રુક્સે પણ જાડેજાનો દડો રમવામાં થાપ ખાઇ જતાં રહાણેને કેચ આપી દઇને માત્ર 11 રને પેવેલિયનની વાટ પકડી હતી. અજિંક્ય રહાણે (81) અને રવીન્દ્ર જાડેજા (58)ની અર્ધસદીઓની મદદથી વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ટીમ ઇન્ડિયાએ 297 રન કર્યા હતા. કેરેબિયન ટીમે ટોસ જીતીને  ફિલ્ડીંગ પસંદ કરતાં મેદાન પર ઉતરેલી  ભારતીય ટીમ વતી રહાણેએ 10 ચોગ્ગા સાથે 81 રન કર્યા હતા, તો જાડેજાએ છ ચોગ્ગા, 1 છગ્ગા સાથે 58 રન કર્યા હતા. પહેલી ટેસ્ટના બીજા દિવસે રવીન્દ્ર અને ઇશાંત શર્માની  આઠમી વિકેટ માટે 60 રનની ભાગીદારી થકી ટીમ ઇન્ડિયા 300 નજીકના સ્કોર સુધી પહોંચી શકી હતી. આજના દિવસની બીજી ઓવરમાં રિષભ પંત (24)ની વિકેટ ખોયા પછી શર્મા, જાડેજાની જોડી શેન્નોન ગેબ્રિયલ અને કેમાર રોચના બોલિંગ આક્રમણ સામે ટકી હતી. પ્રવાસ ભારતીય ટીમે રમતના પ્રથમ સત્રમાં 297 રને ઓલઆઉટ થવા પહેલાં બીજા દિવસે 91 રન ઉમેર્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer