સ્વરમાં જો નાદ લાગે તો ઈશ્વરની પ્રાપ્તિ માટેનો પંથ જરૂર મળી રહે

સ્વરમાં જો નાદ લાગે તો ઈશ્વરની પ્રાપ્તિ માટેનો પંથ જરૂર મળી રહે
કાઠડા (તા. માંડવી), તા. 23 : માંડવીના મુખ્ય શિવાલયો પૈકીના એક નાગનાથ મહાદેવ મંદિર ખાતે બારે માસ શિવભક્તોની આવન-જાવન રહેતી હોય છે અને વિશેષ કરીને શ્રાવણ માસમાં શિવભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા અહીં પૂજા-અર્ચના કરવામાં આવે છે.  જેમાં નાગનાથ ભાવિક મંડળ દ્વારા પૂજા-અર્ચના સાથે ભવ્ય સંતવાણીનું આયોજન કરાય છે.  દર વર્ષની જેમ ચાલુ વર્ષે આ સંતવાણીમાં લોકગાયક કીર્તિદાનભાઈ ગઢવી, નીલેશ ગઢવી, મહેશદાન ગઢવી સહિતના કલાકારોએ શિવવંદના સાથે સંગીતરસ પીરસ્યો હતો. લોકગાયક કીર્તિદાન ગઢવીએ કહ્યું કે, સ્વરમાં જો નાદ લાગે તો ઈશ્વરપ્રાપ્તિનો પંથ મળે, તેઓએ નારાયણસ્વામી બાપુને યાદ કર્યા હતા. મોગલધામ ગઢશીશાથી જ્યોતબાઈ, સંગીત નાટય અકાદમીના પૂર્વ ચેરમેન યોગેશભાઈ બોક્ષા, માંડવી તા. ઉપપ્રમુખ રાણશીભાઈ ગઢવી, આહીર મંડળના પ્રમુખ ત્રિકમભાઈ આહીર, વિનુભાઈ થાનકી, અનિલભાઈ, વેલજીભાઈ આહીર (ભુજ), શૈલેશભાઈ જાની, દેવજીભાઈ પટેલ, સુજાતાબેન ભાયાણી (પૂર્વ નગરપતિ), નગર અધ્યક્ષ મેહુલભાઈ શાહ, કિશોરભાઈ હીરાણી, અરવિંદભાઈ ગોહિલ, શામજીભાઈ વેકરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સન્માન જ્યોતબાઈના હસ્તે કરાયું હતું. વ્યવસ્થા નાગનાથ ભાવિક મંડળના જયસુખભાઈ ગઢવી, કૈલસભાઈ સોની, રાજુભાઈ ગઢવી, જગદીશ (પપ્પુ) ગઢવી, ચંદ્રસિંહ જાડેજા, દર્શન ઓઝા, જિગર ગઢવી સહિતના સભ્યોએ સંભાળી હતી. ધાર્મિકવિધિ પૂજારી મહેશભાઈ ગોસ્વામીએ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer