કચ્છ આહીર મંડળમાં ''66માં ભણેલા છાત્રોના સંમેલનમાં પાંચ મિનિટમાં 22 લાખનું દાન

કચ્છ આહીર મંડળમાં ''66માં ભણેલા છાત્રોના સંમેલનમાં પાંચ મિનિટમાં 22 લાખનું દાન
અંજાર, તા. 23 : અહીંના સમગ્ર કચ્છના આહીર સમાજના દાતાઓના આર્થિક સહયોગથી 1966માં અંજારમાં મુરલીધર વિદ્યામંદિર ઊભું કરવામાં આવ્યું છે. પ્રમુખ ત્રિકમભાઈ, મંત્રી મૂરજીભાઈ આહીર, યુવક મંડળના મંત્રી ભાવિક સોરઠિયા તથા સમસ્ત યુવક મંડળના સભ્યો દ્વારા 32મો સરસ્વતી સન્માન સમારોહ, આહીર ખેલ મહોત્સ્વ-4, પૂર્વ વિદ્યાર્થી સંમેલન, લોકડાયરો તેમજ મોટિવેશનલ સેમિનાર યોજાયા હતા. આ સંસ્થાને 53 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આજે સમાજના 650 વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણાંકે પાસ થયા હતા. તેમને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. આહીર ખેલ મહોત્સવમાં કચ્છ ઉપરાંત ગુજરાતમાંથી સ્પર્ધકોએ ડિજિટલ આહીરાતના માધ્યમથી ભાગ લીધો હતો. કચ્છ આહીર મંડળમાં 1966થી અભ્યાસ કરી ચૂકેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું. તેમાં દાનની ટહેલ નાખવામાં આવતાં માત્ર 5 મિનિટમાં રૂપિયા 22 લાખનો ફાળો નોંધાયો હતો. સમગ્ર ગુજરાતમાંથી 22 આહીર કલાકારો દ્વારા નિ:શુલ્ક લોકડાયરાનું આયોજન કરાયું હતું. પ્રખર વક્તા ધર્મેન્દ્રભાઈ કનારાએ મોટિવેશનલ સ્પીચ આપી હતી. થોડા દિવસ અગાઉ કપિલ વરચંદનું મૃત્યુ થયું હતું. તેના શરીરનું અંગદાન કરતાં ત્રણ માનવ જિંદગીમાં તે ધબકી રહ્યો છે. ત્યારે રાજ્યના મંત્રી વાસણભાઈ આહીર દ્વારા કપિલના પિતાનું વિશેષ સન્માન કરાયું હતું. આહીર મંડળના પૂર્વ પ્રમુખ બાબુભાઈ હુંબલ, રમેશભાઈ ચોટારા, બાબુભાઈ ધમાભાઈ, રૂપાભાઈ ચાડ, ત્રિકમભાઈ છાંગા, વાઘજીભાઈ આહીર, કિરણભાઈ બોરીચા, શામજીભાઈ ડાંગર, પ્રેમજીભાઈ પેડવા, પૂંજાભાઈ આહીર, સુનીલ જરૂ, હરેશ જરૂ, ગોપાલ ડાંગર, દિનેશ માતા, ભરત આહીર, કલ્પેશ ડાંગર, લધેશ આહીર, વિપુલ ખુંગલા, દીપક ડાંગર, હરિ આહીર, કાનજી છાંગા વગેરે તેમજ નિર્ણાયક અરજણભાઈ ગોહિલ, કલ્પનાબેન જરૂ, અરુણાબેન બલદાણિયા, સેજલબેન આહીર, નંદલાલ છાંગા, નરશી આહીર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ અપાયો હતો. સંચાલન હીરજી (મેક્સ) આહીર દ્વારા કરાયું હતું તેવું કચ્છ આહીર યુવક મંડળના ઉપપ્રમુખ જિતેન્દ્ર ચોટારાએ યાદી દ્વારા જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer