કુકમાના કચ્છ ગુર્જર ક્ષત્રિય કન્યા છાત્રાલયના કાર્યક્રમમાં બેટી પઢાઓ, આગે બઢાવોનો સંકલ્પ

કુકમાના કચ્છ ગુર્જર ક્ષત્રિય કન્યા છાત્રાલયના કાર્યક્રમમાં બેટી પઢાઓ, આગે બઢાવોનો સંકલ્પ
કુકમા (તા. ભુજ), તા. 23 : અહીંના ક.ગુ.ક્ષ. કન્યા છાત્રાલયની સામાન્ય સભા તથા વિદ્યાર્થિની સત્કાર સમારોહમાં `બેટી પઢાઓ-આગે બઢાઓ' સૂત્રને સાર્થક કરી શિક્ષણ ક્ષેત્રે સમાજની દીકરીઓને વધુમાં વધુ પ્રોત્સાહન તથા સુવિધા મળી રહે તેવી નેમ વ્યક્ત કરાઈ હતી. સંસ્થાના પ્રમુખ `સમાજરત્ન' વિનોદભાઈ પી. સોલંકીએ અધ્યક્ષસ્થાનેથી સમાજના નબળા વર્ગની દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે સહયોગ આપવાની ખાતરી આપી રજત જયંતી મહોત્સવ માટે ફંડ એકત્ર કરવાની અપેક્ષા દર્શાવી હતી. પ્રમુખ સાથે ઉપપ્રમુખો વિનોદભાઈ ચૌહાણ, વિનોદભાઈ પઢિયાર, પ્રભુલાલ પરમાર, પૂર્વ પ્રમુખ કાંતિભાઈ પરમાર, કચ્છ પ્રાદેશિક પ્રમુક બ્ર.કુ. બાબુભાઈ પરમાર, અનસૂયાબેન પરમારે દીપ પ્રાગટય કર્યું હતું. છાત્રાલય તથા કચ્છ પ્રાદેશિક સમિતિના વિવિધ ઘટકોની અલગ અલગ અભ્યાસક્રમોમાં સર્વોચ્ચ ટકાવારી પ્રાપ્ત કરનારી 50 જેટલી છાત્રાઓ તથા સ્ટાફને દાતાઓ મોહનભાઈ ચૌહાણ, દેવુબેન પરમાર, વિનોદભાઈ, રસિકભાઈ ચૌહાણ, અનિલભાઈ ચૌહાણ, જેરામભાઈ પરમારના હસ્તે સન્માનિત કરાઈ હતી. છગનલાલ જેઠાભાઈ રાઠોડ ટ્રસ્ટ તથા સમાજરત્ન વિનોદભાઈ તરફથી તમામ છાત્રાઓને શૈક્ષણિક કિટ ભેટ અપાઈ હતી. સન્માનિત વિદ્યાર્થિની કુ. પૂજા પરમારે કન્યા કેળવણીના ક્ષેત્રે દાતાઓના શિક્ષણપ્રેમને બિરદાવ્યો હતો. સંસ્થાને નોંધપાત્ર દાન આપનારા લાલજીભાઈ જે. ટાંક રૂા. 50 હજાર, ગોવર્ધનભાઈ સામજી રાઠોડ રૂા. 50 હજાર, ગં.સ્વ. ગૌરીબેન ગાંગજીભાઈ ચૌહાણ રૂા. 11 હજાર, ફ્રીજના દાતા સુધાબેન બિપિનભાઈ સોલંકી સહિતનો આભાર માનવામાં આવ્યો હતો. ભોજનના દાતા હરિકુંવરબેન જેરામભાઈ પરમારનું સેવા સન્માન કરાયું હતું. સંસ્થાની સ્થાપનાને 25 વર્ષ પૂરા થતાં આ સંસ્થામાં તેમજ અન્ય છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરનારી ભારતભરની પૂર્વ વિદ્યાર્થિનીઓની હાજરીમાં બે દિવસીય રજત જયંતી મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. પ્રાસંગિક પ્રવચનમાં બ્ર.કુ. બાબુભાઈ, રાષ્ટ્રીય મહાસભાના મંત્રીઓ વિનોદભાઈ ખોડિયાર તથા વિનોદભાઈ પઢિયારે સમાજના અંતરિયાળ ગામોમાંથી વિદ્યાપ્રાપ્તિ માટે આવતી છાત્રાઓની અભ્યાસ પ્રત્યેની લગનને બિરદાવી સંસ્થાના દરેક આયોજનોમાં સમાજનો સહયોગ મળી રહેશે તેવી ખાતરી આપી હતી. સંચાલન અને આભારદર્શન મંત્રી રમેશભાઈ ચૌહાણે કર્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer