રાપર તા.ના રહી જતા વિસ્તારોમાં પાણી સંગ્રહ અંગે મુખ્યમંત્રીને રજૂઆત

રાપર તા.ના રહી જતા વિસ્તારોમાં પાણી સંગ્રહ અંગે મુખ્યમંત્રીને રજૂઆત
રાપર, તા. 23 : કચ્છ બ્રાન્ચ કેનાલ અંતર્ગત એક મલિયિન એકરફીટ પાણીની કચ્છને ફાળવણીમાં રાપર તાલુકાના રહી જતા વિસ્તારમાં પાણી સંગ્રહ કરવા રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ હતી. જેમાં જણાવાયા મુજબ ઉપરોકત બાકી રહેતા વિસ્તારમાં કુદરતી સાઇટો આવેલી છે જ્યાં મોટા પ્રમાણમાં પાણી સંગ્રહ થઇ શકે તેમ છે. જેમકે ભીમાસર ગામની પૂર્વ-ઉત્તર ભાગમાં આલોતર ડુંગર વિસ્તારમાં જેને ગાગોદર શાખા કેનાલમાં મોડા ગામ પાસેથી ચેનલ બનાવીને ભરાય તો ભીમાસર, હમીરપર, કાનપર, ભુટડિયા, પદમપુર, લખાગઢ, વેકરા, કિડિયાનગર, ઉમૈયા, કારુડા વિસ્તારમાં કુલ્લે 4000 હેકટરમાં સિંચાઇ લાભ મળે અને સરકારને ખર્ચ પણ ઓછું આવે ઉપરાંત  સોનલવાની સરાણ સાઇટથી આસપાસના ગામોની 2200 હેકટર જમીનને સઇ પાસેની સરાણ સાઇટ ભરવાથી 1500 હેકટર જમીનને બાદરગઢ ગામ પાસે વિથ્રોયા ડુંગરોમાં કુદરતી સાઇટ ભરાય તો 1000 હેકટર  માણાબા, બંધારા ને ગાગોદર શાખા કેનાલથી 1400 હેકટર ગાગોદર શાખા કેનાલમાંથી પલાંસવા જૂના મહાદેવ, જાડાવાસ ડેમ, મેવાસા ડેમ, ગાગોદર ગામે ઢોરકી તળાવ, ગોરસર તળાવ છાપરકા અને સાતવાયા તથા સાંય ગામે ડાકણિયા તળાવ અને સામળાસરી તળાવ ભરાય તો આજુબાજુનાં વિસ્તારને કાયમી સિંચાઇનો લાભ મળી શકે તેમ છે. ઉપરોકત વિગતો ધ્યાને લેવાય તો ખેડૂતો માટે આશીર્વાદસમાન બની રહેશે તેવી લાગણી વ્યકત કરાઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer