સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાયની શીખ અપાઈ

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાયની શીખ અપાઈ
ભુજ, તા. 23 : સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાયની શીખ માધાપર યક્ષ મંદિર પરિસરના કોમ્યુનિટી હોલમાં માધાપર કચ્છી રાજગોર સમાજ દ્વારા આયોજિત ચોથા સરસ્વતી સમારોહમાં અપાઇ?હતી. કાર્યક્રમના પ્રારંભે સમાજરત્ન વડીલ ભાઈલાલ ભીમજી માકાણી, સમારોહ અધ્યક્ષ પ્રવીણ કેશવજી પેથાણી (ગોળવાળા), સમાજરત્ન પ્રકાશ વીરજી પેથાણી?(પ્રમુખ, અખિલ કચ્છી રાજગોર મહાસભા) સહિતના મંચસ્થોના હસ્તે દીપપ્રાગટય પછી આર્ષ અધ્યયન કેન્દ્ર માધાપરના સ્વામી પ્રદીપ્તાનંદજીએ આશીર્વચન પાઠવ્યા હતા. શાબ્દિક સ્વાગત સમાજ પ્રમુખ પંકજભાઈ માકાણીએ કર્યું હતું. આ અવસરે મંચસ્થ રશ્મિકાંત ગોર (મુલુન્ડ), હીરાલાલ મોતા (ગાંધીધામ), કૈલાસ ગોર, જયપ્રકાશ ગોર (ટીડીઓ જોડિયા), અતુલ ગોર?(નાયબ મામલતદાર-ભુજ), ઉવર્શીબેન ગોર?(નોટરી-એડવોકેટ) શિલ્પા ગોર (નોટરી-એડ.), અરવિંદ ગોર (ગુંદિયાળી), કીર્તિ ગોર?(મુંદરા સમાજ પ્રમુખ), નગીન ગોર (પ્રમુખ-ભુજપુર), શંભુભાઈ વ્યાસ (પ્ર. ગાંધીધામ), વિપુલ ગોર (પ્ર.-નખત્રાણા), ભરતભાઈ ગોર (નારાણપર), પૂજન પેથાણી (સ્પોર્ટસ પ્રમુખ), અશ્વિન ગોર (મુંદરા), વિજય ગોર (મંત્રી ભુજ સમાજ). ગિરીશ ગોર (નખત્રાણા), ચંદ્રકાંત ગોર (તેરા), કૃપા ગોર (મહિલા મં. પ્રમુખ), જિજ્ઞાબેન ગોર (મહિલા વિ. સંગઠન), હસ્મીતાબેન ગોર (ભાજપ મહિલા અગ્રણી)ને સન્માનિત કરાયા હતા. સમાજને ગૌરવ બક્ષનાર સીએ દર્શિતા ગોર, ગૌરાંગ ગોર (સંસ્કૃત), ગૌરવ માકાણી, હર્ષ ગોર (કરાટે), દિશા પેથાણી (સીએ)?વિ.નું વિશેષ સન્માન કરાયું હતું. નર્સરીથી લઈને માસ્ટર ડિગ્રી સુધીના વિદ્યાભ્યાસુને દાતાના સહયોગથી ઈનામોથી નવાજ્યા હતા. સમાજમાં નવતર પ્રયોગ સાથે સમયસર કાર્યક્રમ હાજરી માટે ગોલ્ડ ઈનામી યોજનાના કુપન અપાયા હતા. જેમાંથી લકી ડ્રો કરાયો હતો. વિદ્યાર્થીઓના ગિફટના દાતા શાંતિલાલ વિશનજી માકાણી (મુંબઈ), ઈનામી ગોલ્ડના દાતા નરેન્દ્ર ગોર, વિ. દાતાનું સન્માન કરાયું હતું.  માધાપર સમાજના પ્રમુખ પંકજભાઈની આગેવાની હેઠળ વિરેન નાગુ (મંત્રી), વિપુલ બોડા (ઉપપ્રમુખ), ગિરજાશંકર માકાણી (ખજાનચી), મહેશ મોતા (સહમંત્રી) વિ. જહેમત ઉઠાવી હતી. માધાપર તલાટી બી.વી. પંચાલની સેવાને પણ બિરદાવાઈ હતી. સંચાલન વસંત અજાણી અને આભારવિધિ વિરેન નાગુએ કરી હતી.  આ પ્રસંગે માધાપર સમાજના વર્તમાન પ્રમુખ પંકજ પ્રાણજીવન માકાણીને પુન: ત્રીજી ટર્મ?માટે પ્રમુખની જવાબદારી સોંપાઈ હતી. ભુજના સમાજના પ્રમુખ જનકભાઈ નાકરે શુભેચ્છા પાઠવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer