હાજીપીર પંથકના ગામોના વરસાદથી પ્રભાવિત લોકોને રાશનકિટ વિતરણ

હાજીપીર પંથકના ગામોના વરસાદથી પ્રભાવિત લોકોને રાશનકિટ વિતરણ
ભુજ, તા. 23 : આ વર્ષે કુદરતે કૃપા કરીને સારો વરસાદ વરસાવતાં હાજીપીર વિસ્તારે રાહતની લાગણી અનુભવી હતી, પરંતુ સાથે સાથે આ વરસાદ દ્વારા કુદરતી હોનારત પણ સર્જાઈ હતી. હાજીપીર વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં આસપાસના લુણા, ભિટારા, બુરકલ જેવા માલધારીઓના ગામોને જાનમાલ બચાવવા ઘરથી બેઘર થવું પડયું હતું. આસપાસના ડુંગરાળ વિસ્તારમાં આશ્રય લેવા વચ્ચે પૂરપીડિત માલધારીઓને રાહત મળે તેવા આશયથી આર્ચિયન કંપનીના આર્ચિયન ફાઉન્ડેશન દ્વારા 600 રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોની સ્થળાંતરિત જગ્યા પર જઈને આ સહાય પહોંચાડવામાં આવી હતી. લુણા (નાના મોટા), બુરકલ, ભીટારા (નાના મોટા), ગારવાંઢ ગામોના પૂરપીડિત લોકોને આ સામગ્રી પહોંચાડવામાં આવી હતી. રાશન કિટ વિતરણના કાર્યક્રમમાં વિસ્તારના મુસાભાઈ જીયેજા, હાજી સિધિક, અમીનભાઈ જીયેજા, ભીટારા સરપંચ સુમારભાઈ, પૂર્વ સરપંચ ખુશીમામદભાઈ, હાજી અબ્દુલા, લુણા પંચાયતના સરપંચ સૈયાભાઈ જત વગેરે અગ્રણીઓએ સાથ સહકાર આપ્યો હતો. આર્ચિયન ફાઉન્ડેશનના ચેરમેન આર.આર. સોરઠિયા તથા ટ્રસ્ટીઓ, કાં.ના ગોવિંદભાઈ બ્રાહ્મણ, રોહિતભાઈ જોષી, સંજયભાઈ ગોર વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer