ભચાઉ તાલુકામાં 7 કરોડનાં વિકાસકામો

ભચાઉ તાલુકામાં 7 કરોડનાં વિકાસકામો
ગાંધીધામ, તા. 23 : ભચાઉ તાલુકામાં વિવિધ વિકાસ કામોનો તાજેતરમાં ખાતમુહૂર્ત સમારોહ યોજાઈ ગયો હતો. તાલુકાના વિવિધ ગામડાંઓમાં 7 કરોડના ખર્ચે કામો શરૂ કરાયા  છે. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમણે ગ્રામ્યવિસ્તારના વિકાસ કાર્ય માટે તત્પરતા દર્શાવી હતી.  ચોપડવા ખાતે સ્મશાનમાં પૂરસંરક્ષણ દીવાલ, લુંણવા ખાતે 37.7 લાખના ખર્ચે સુવિધાપથ અંતર્ગત સીસી રોડ, કડોલ ખાતે 209 લાખના ખર્ચે ઘનશ્યામ નગર કડોલ રોડ અને કડોલ એપ્રોચ રોડ અને મનફરા, કડોલ અને ખારોઈ-માય ગામ વચ્ચે 248.36 લાખના ખર્ચે બનનારા માર્ગનું કામ, હલરા ખાતે સાર્વજનિક વિસ્તારમાં મજૂર કલ્યાણ કેન્દ્રનું બાંધકામ, હલરા, રામપર વીજપાસર ખાતે  70 લાખના ખર્ચે બનનારા માર્ગનું, સામખીયાળી ખાતે 37 લાખના ખર્ચે બનનારા સુવિધાપથ સહિતના કામોનો આરંભ કરાયો હતો. આ  ઉપરાંત કેટલાક મહત્ત્વના રસ્તાનાં કામ પણ શરૂ કરાયાં હતાં જેથી ગ્રામજનોની વર્ષો જૂની માગણી પૂરી થશે અને લોકોને આસપાસના ગ્રામ્યવિસ્તારમાં આવવા-જવા માટે સરળતા રહેશે. મજૂર કલ્યાણ કેન્દ્ર બનાવાતાં ગ્રામસભા, મજૂરોના કલ્યાણ માટેના કાર્યક્રમો એક જ સ્થળે યોજી શકાશે. આ વેળાએ ભચાઉ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ જનકસિંહ જાડેજા, વાઘજી છાંગા, ગ્રામપંચાયતના સભ્યો, પક્ષના કાર્યકરો, આગેવાનો હાજર રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer