અંતરજાળમાં ધમધમતો જુગારનો અડ્ડો ઝડપાયો

ભુજ/ગાંધીધામ, તા. 23 : અંતરજાળ ગામે શ્રાવણ મહિના અન્વયે રહેણાંકના એક મકાનમાં ચાલતો જુગારનો વ્યવસ્થિત ઢબનો અડ્ડો કાયદાના રક્ષકોની ઝપટે ચડયો હતો. આ સ્થળે પડાયેલા દરોડામાં રૂા. પોણા બે લાખની રોકડ, 29 મોબાઇલ ફોન અને 10 વાહન સાથે 36 ખેલીને પકડી તેમની સામે ગુનો દાખલ કરાયો હતો. તો બીજીબાજુ જિલ્લામાં વિવિધ સ્થળે અન્ય નવ દરોડા પણ પાડવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર અંતરજાળમાં આવેલા પાતાળિયા હનુમાન મંદિર પાછળ મ્યાત્રા ફળિયામાં જુગારની કલબ ધમધમતી હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે છાપો માર્યો હતો. સામજી ઉર્ફે બબાલ જેસંગ મ્યાત્રા નામનો શખ્સ પોતાના ઘરમાં બહારથી ખેલીઓ બોલાવી તેમને જુગાર રમાડી નાલ ઉઘરાવતો હતો. દરમ્યાન ગત મોડી રાત્રે તેના ઘરમાં દરોડો પાડી આ સામજી મ્યાત્રાની સાથે અશોકસિંહ અજિતસિંહ પરમાર, ચેતન મનુ પોપટ (સિન્ધી),?ઘનશ્યામ કાનજી ચૌહાણ, પ્રકાશ પ્રતાપ પ્રજાપતિ, ધર્મેન્દ્ર દેવજી ભાનુશાલી, હાર્દિક ધીરજ ઠક્કર, સુરેશ વિજય ટેવાણી (સિન્ધી), રાહુલ સામજી આહીર, હિતેશ શામજી આહીર, બાબા મનસુખ ઠક્કર, અનિલ ભરત ઠાકોર, જગદીશ જેસંગ પ્રજાપતિ, બિજલ દેવાયત આહીર, કિરણ ભાઇલાલ ઠક્કર, કમા ખેંગાર આહીર, વિનોદ ધારશી પ્રજાપતિ, જિતેન્દ્ર ગિરધારીલાલ કેશવાણી, અરજણ જેસંગ પ્રજાપતિ, ચંદ્રકાન્ત શંકરલાલ ઠક્કર, કમલેશ ચમનલાલ ઠક્કર, નાનસિંહ હરિસિંહ ભુરિયા, માદેવા સધા ઝરુ, ભરત મનજી કોઠીવાર (આહીર), નીતિન બુધા ઠક્કર, શનિ હરેશ ઠક્કર, ધવલ રતિભાઇ ઠક્કર, પરેશ તીર્થદાસ કેશવાણી, નરેશ પ્રેમચંદ વધવા, સંજય કાનજી પ્રજાપતિ, હિતેશ પ્રેમચંદ વર્મા, સામજી રામજી બવા, ભાવેશ પાંચા ચાવડા, ભાવેશ જેસંગ પ્રજાપતિ અને પ્રવીણ સામજી પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી હતી. શ્રાવણિયો જુગાર ખેલતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 1,74,530 તથા 29 મોબાઇલ અને 10 વાહન એમ કુલ્લ રૂા. 13,65,530નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. - ભચાઉમાં પાંચની ધરપકડ : આ નગરની હોલસેલ શાક માર્કેટમાં ખુલ્લામાં ગંજીપાના વડે તીનપત્તીનોજુગાર રમતા પ્રકાશ મોહન પ્રજાપતિ, અરવિંદ માધુ ચાવડા, કિશોર હરજી રજપૂત, દિલીપ જીવા કોળી અને નરેન્દ્રપુરી શિવપુરી ગોસ્વામી નામના શખ્સોની પોલીસે અટક કરી હતી. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 72,380 તથા ચાર મોબાઇલ એમ કુલ્લ રૂા. 83,880નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.- રાપરના હમીરપરમાં ચાર ઝડપાયા : હમીરપરમાં ફતેહગઢ ગામ તરફ જતા રોડની બાજુમાં ખેતરના શેઢા પાસે જીરાના ઝાડ નીચે જુગાર ખેલતા કનુ વેલજી સુથાર, રમેશ શામજી પ્રજાપતિ, જિગર નરેન્દ્ર સદાણી (સોની) અને દામજી વેલજી સુથાર નામના શખ્સોને ઝડપી લેવાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 32,100 તથા મોબાઇલ નંગ 4 એમ કુલ્લ રૂા. 48,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.- ભચાઉના પીપરાપાટીમાં પણ 10 પકડાયા : પીપરાપાટીમાં રહેતા નરશી રૂડા કોળીના મકાનની બહાર કાચા રસ્તા પાસે જાહેરમાં શ્રાવણિયો જુગાર રમતા હસમુખ વાઘજી કોળી, વસંત  હીરા કોળી, સુરામેષ જયરામ કોળી, કાનજી નરશી કોળી, નારાણ મોતી કોળી, જગમાલ તરશી કોળી, ધીરજ સામભાઇ કોળી, ઇશ્વર ભગુ કોળી, રમેશ ભીખા કોળી અને રમેશ તરશી કોળીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ શખ્સો પાસેથી રોકડા રૂા. 26,250 તથા બે મોબાઇલ અને 3 બાઇક એમ કુલ્લ રૂા. 1,03,250નો મુદ્દામાલ કબજે લીધો હતો. - રાપરમાં વધુ પાંચ દબોચી લેવાયા : રાપરના પાવર હાઉસમાંથી ભરત કેસર સંઘાર, નવીન પાંચા ભરવાડ, રમેશ વીરભાણ કોળી, ધર્મેશ હોથી સિંયારિયા અને યોગેશ વિજય ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. જાહેરમાં પત્તાં ટીંચતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 12,200 અને ત્રણ મોબાઇલ એમ કુલ્લ રૂા. 13,700 હસ્તગત કરાયા હતા. - ઉમૈયામાં પણ 6ને પકડી લેવાયા : ઉમૈયા ગામના ગણેશવાસમાં જુગાર ખેલતા અનુસૂચિત જાતિના કાનજી વજા, નવીન કાના, મગન કાના, રમેશ વાલા, લખમણ ભૂરા અને વેરશી હરખાની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 10,250 કબજે લેવામાં આવ્યા હતા.ઐ - ભોજાયમાં ચાર ઝડપાયા  : માંડવી તાલુકાના ભોજાય ગામે ગામના જૂના બસ સ્ટેન્ડ પાસે ધાણીપાસા વડે જુગાર રમવાના આરોપસર ગામના મહેશ બુધિયા સંઘાર, રેમુ પૂંજાભાઇ સંઘાર, લધુ ખીમા મહેશ્વરી અને અશોક વેલજી મહેશ્વરીને પકડાયા હતા. ગઢશીશા પોલીસે કરેલી આ કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી રૂા. 1440 રોકડા અને બે મોબાઇલ ફોન મળી રૂા. 3940ની માલમતા કબજે કરી તેમની સામે ગુનો નોંધાયો હતો. - ભાડરામાં બે નાસી ગયા  : લખપત તાલુકાના ભાડરા ગામે દયાપર પોલીસે પાડેલા દરોડામાં ગામના ભુરૂભા ભાગુભા જાડેજા, મોહન સુજા પાયર અને દામજી સુજા પાયરને પકડાયા હતા. જ્યારે ગામના જ અર્જુન જુમા બાંભણિયા અને કેશુભા ભગુભા જાડેજા કાયદાના રક્ષકોના હાથમાંથ નાસી છુટયા હતા. ધાણીપાસા વડે જુગાર રમવાના આરોપસર પકડાયેલા આ તહોમતદારો પાસેથી રૂા. 10,250 રોકડા કબજે કરાયા હતા તેમ પોલીસે જણાવ્યું હતું. - રામપર અબડામાં ચાર ઝપટે  : અબડાસામાં રામપર (અબડા) ગામે પાડવામાં આવેલા જુગારના દરોડામાં ગામના શામજી ડોસા કોળી, વીરજી ખમીશા કોળી, હિતેશ સુમાર કોળી અને મનજી અલાના કોળીને ધાણીપાસા રમતા પકડાયા હતા. પોલીસે આપેલી આ માહિતી મુજબ આરોપીઓ પાસેથી રૂા. 1700 રોકડા કબજે કરાયા હતા.- સણોસરામાં પાંચ ખેલી અંદર  : અબડાસામાં જ સણોસરા ગામે ગામની પૂર્વ બાજુએ શિવકૃપા કોટન મિલની પછવાડે ધાણીપાસા વડે જુગાર રમવા બાબતે પોલીસે કરેલી કાર્યવાહીમાં પાંચ ખેલી દબોચાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ રૂા. 4900ની રોકડ સાથે આ ઘટનામાં પકડાયેલા આરોપીમાં ગામના શકિતાસિંહ ભગુભા જાડેજા, પરેશ નરશીં મહેશ્વરી, જાલમાસિંહ નારૂભા સોઢા, સિધિક મોહમદ ભજીર અને ગોપાલ દેવશીં મહેશ્વરીનો સમાવેશ થાય છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer