પારિવારિક પ્રશ્ને આદિપુરમાં છરી વડે પિતા-પુત્ર ઉપર હુમલો થયો

ગાંધીધામ, તા. 23 : આદિપુરના વોર્ડ-1એ વિસ્તારમાં એક શખ્સે છરી વડે હુમલો કરતાં પિતા-પુત્રને ઇજાઓ પહોંચી હતી. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વોર્ડ-1એમાં મકાન નંબર 20 પાસે ગઇકાલે સાંજે આ બનાવ બન્યો હતો. કિશન પ્રભુ ચારણના ઘરે તેનો સાળો સંજય ચારણ આવ્યો હતો. આ શખ્સે  મારી બહેનને સાતમ-આઠમના દિવસે કેમ પિયરમાંથી પરત સાસરિયે લઇ?આવ્યા છો તેમ કહી ગાળો આપતો હતો તે દરમ્યાન કિશનનો નાનો ભાઇ પ્રકાશે ત્યાં આવી જઇ ગાળો આપવાની ના પાડતાં આ શખ્સ સંજયે પોતાની ભેઠમાંથી છરી કાઢી યુવાનના પેટમાં બે ઘા ઝીંકી દીધા હતા. દરમ્યાન કિશનના પિતા પ્રભુ ચારણ પણ ત્યાં આવતાં આ શખ્સે તેમની છાતીમાં છરી મારી હતી અને બાદમાં ત્યાંથી નાસી ગયો હતો. મારામારીના આ બનાવમાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer