ડીપીટીમાં આજે રજાના દિવસે સ્ટાફને બોલાવાતાં ચકચાર

ગાંધીધામ,તા.23: સમગ્ર દેશ આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર ઉજવશે. ગુજરાતમાં તો આ પ્રસંગે ઠેર ઠેર ઉજવણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે પરંતુ તેમાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના  સિવિલ વિભાગના ઈજનેરો જોડાઈ નહીં શકે કારણ કે એક ખાનગી પાર્ટી પ્રેઝન્ટેશન આપવાની હોવાથી તમામને હાજર રહેવા આદેશ કરાયો છે. આ આદેશને લઈને ભારે કચવાટ સાથે ચકચાર પ્રસરી છે.ડીપીટીના મુખ્ય ઈજનેર દ્વારા જારી થયેલા આ આદેશને પગલે જન્માષ્ટમી જેવા મહત્ત્વના તહેવારોની ઉજવણી ઈજનેરો પરિવાર સાથે રહીને નહીં કરી શકે. ખાનગી પાર્ટી માટે રજા રદ કરવી કેટલે અંશે યોગ્ય છ ઁતે મોટો પ્રશ્ન છે. આ અંગે ડીપીટીના જનસંપર્ક અધિકારીનો સંપર્ક કરતાં તેમણે મુખ્ય ઈજનેર સુરેશ પાટિલને ટાંકીને જણાવ્યું હતું કે આ પ્રેઝન્ટેશન કેમિકલ સંદર્ભે અપાવાનું છે અને તે ડીપીટી માટે અગત્યનું છે. વળી મુંબઈથી આવેલા નિષ્ણાતો સાથે અગાઉથી તારીખ નકકી થઈ ગઈ હતી. માત્ર એક જ કલાક માટે સ્ટાફને બોલાવાયો છે તેવું તેમણે ઉમેર્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer