અંજારમાં મહાદેવ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમ

અંજારમાં મહાદેવ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમ
ગાંધીધામ, તા. 21 : અંજાર કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અંબિકેશ્વર મહાદેવ મંદિર ખાતે રુદ્રાભિષેક, મહાઆરતી સહિતના  ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બહોળી સંખ્યામાં આસ્થાળુઓ હાજર રહ્યા હતા. ઐતિહાસિક  અંબાજી મંદિરમાં આવેલા  અંબિકેશ્વર મહાદેવ મંદિરમાં  ભગવાન  શંકરને રીઝવવા માટે  દિવ્ય મંત્રોચ્ચાર,સ્તુતિઓ પઠન સાથે રુદ્રાભિષેક કરાયો હતો. જેમાં   મંડળના સ્થાપક પ્રમુખ દિનેશ રાવલ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.  કન્વીનર નયનભાઈ  બિપિનભાઈ પંડયા તથા આચાર્ય પદે પુનિતભાઈ હિતેષભાઈ પંડયાએ અંદાજિત 21 નવદંપતીઓને વિધિ સંપન્ન કરાવી હતી. સાંજના સમયે  સંગીતમય મહાઆરતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં  બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં અંબાજી મંદિરના ટ્રસ્ટી ગોવિંદભાઈ કોઠારી અને હસમુખભાઈ હાજર રહ્યા હતા. અલ્પાહાર માટે  રવેચી કેટરર્સના દિનેશભાઈ રાજગોરે  સેવા  આપી હતી. સમગ્ર  આયોજનને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ હિતેષભાઈ પંડયા, મહામંત્રી ભાવિકભાઈ રાવલ, ખજાનચી કપિલભાઈ ત્રિવેદી, વંસતલાલ ઠાકર, કાનજીભાઈ ત્રિવેદી  વગેરેએ  સહકાર આપ્યો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer