સેલારીનાં મકાનમાંથી 26 હજારના દારૂ સાથે શખ્સ જબ્બે

ગાંધીધામ, તા. 21 : રાપર તાલુકાનાં સેલારીમાં એક મકાનમાં પોલીસે છાપો મારી રૂા. 25,900ના શરાબ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે દારૂ આપનારો શખ્સ પોલીસના હાથમાં આવ્યો ન હતો. સેલારીના કોળીવાસમાં રહેતા તરશી ખીમા કોળી નામના શખ્સના મકાનમાં પોલીસે છાપો માર્યો હતો. પૂર્વ બાતમીના આધારે આ શખ્સના મકાનમાં દરોડો પાડી તેમાંથી 150 એમ.એલ.ના 214 કવાર્ટરિયા અને 45 ટીન એમ કુલ્લ રૂા. 25,900નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તરશી કોળીને પકડી પાડી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેડીનો અર્જુનસિંહ હેમુભા વાઘેલા નામનો શખ્સ  તેને સફેદ રંગની બોલેરોમાં આ દારૂ ભરીને આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. દારૂ આપનાર ગેડીના આ શખ્સને પકડી પાડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના જુગારના દરોડાઓ વચ્ચે ફરી એક વખત દારૂનો જથ્થો પકડાતાં બુટલેગરોમાં ભય પ્રસર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer