સ્પર્ધાના વર્તમાન યુગમાં ટકી રહેવા છાત્રોને ખંતથી અભ્યાસ કરવા શીખ

મુંદરા, તા. 21 :તાજેતરમાં અહીં તાલુકા સમસ્ત ઔદિચ્ય બ્રહ્મસમાજ દ્વારા આઠમો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. દીપ પ્રાગટયથી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્વાગત કરતા નીલેશ જોશીએ કાર્યક્રમની રૂપરેખા રજુ કરી હતી. અધ્યક્ષીય સંબોધનમાં ભરતભાઈ શાત્રીએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા સમાજના છાત્રોના સન્માનથી પ્રોત્સાહિત થવા સાથે પ્રેરણાત્મક બની રહે છે તેવું જણાવ્યું હતું. આ તકે પ્રમુખ અતુલ પંડયા તથા મહેશ શુક્લાએ સમાજની એકતા અને સંગઠન પર ભાર મૂકતા છાત્રોને સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા અભ્યાસમાં ખંત દાખવવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં કાર્યક્રમ માટે ઉદાર હાથે દાન આપનારા સખી દાતાઓ પરત્વે આભારની લાગણી  વ્યક્ત કરી હતી. આ ટાંકણે એલકેજીથી અનુ સ્નાતક કક્ષા સુધી તેજસ્વી દેખાવ કરનારા 60 તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. ભુજ, માધાપર, અંજાર ઔદિચ્ય બ્રહ્મસમાજના મોવડીઓ ભોગીભાઈ વ્યાસ, વસંત વ્યાસ, મહેશ વ્યાસ, કિશન આર્ય, ચંદ્રેશ ઠાકર, મયૂર દવે, ગુજરાત બ્રહ્મસમાજના ઉપપ્રમુખ મુકેશ ગોર, મુંદરા નાયબ મામલતદાર યશોધર જોશી, કે. જે. શાત્રી, શંભુભાઈ જોશી, જગદીશ જોશી હાજર રહ્યા હતા. રમેશ પંડયા, નરેન્દ્ર દવે, ઈશ્વરલાલ ઠાકર (ઈનામ), શાત્રી ભરતભાઈ રાવલ?(ભોજન)નો સહયોગ પ્રાપ્ત થયો હતો. મંત્રી નીતિન પંડયા સહિતના કારોબારી સદસ્યોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન કિરીટ જોશીએ સંભાળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer