ગોરી, એકવાર અરિહંતનગરના ખાડાવાળા રોડે આવ જે રે લોલ...

ભુજ, તા. 21 : ગટર, રસ્તા, પાણીના મુદ્દે બદનામ એવી શહેરની નગરપાલિકા હસ્તકના રસ્તા પરના ખાડા હવે સોશિયલ મીડિયાના નિશાને ચડી ગયા છે. કોઇ રમૂજી શહેરીજનોએ ભુજના ખાડાઓને ટાંકીને સંદેશ વહેતા મૂક્યા છે કે, ભુજમાં ગુજરાતી ફિલ્મ બને તો તેના નામ કેવા હોય  તે વાંચો. ખાડા ખોદિયા તારા નામના, સાજન મારો ખાડામાં, નીચી મેડી ને ઊંચા રોડ, ખાડાના ખૂંદનારા, નગરપાલિકાને દ્વારે, ખાડા પુરાવો હો રાજ, ગોરી એકવાર અરિહંતનગરના ખાડાવાળા રોડે આવજે, ગોરી પ્રેમ કર તો ભુજમાં નઈ કરતી, ખાડા ખમે ભુજના વીર, સાજણ બેઠી ખાડે હો રાજ, આશાપુરા  સ્કૂલવાળા રોડમાં પગ નહિ મેલું, ઊંડા ખાડાનો મલક મારે જોવો છે અને ભુજ નગરપાલિકાનું ટૂરિઝમ સ્લોગન ખાડા નહીં દેખા તો કુછ નહી દેખા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer