નખત્રાણાના સરપંચનું રાજીનામું તા.પં.ની સામાન્ય સભામાં મંજૂર

નખત્રાણા, તા. 21 : તાજેતરમાં જિલ્લાની સૌથી મોટી ગણાતી અહીંની જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જિજ્ઞાબેન ભરતભાઇ સોનીએ આપેલું રાજીનામું સામાન્ય સભામાં મંજૂર થયું હતું. સરપંચના એકમાત્ર રાજીનામા મંજૂર કરવાના એજન્ડા સાથે ખાસ સામાન્ય સભા પ્રમુખ?નયનાબેન ધીરજલાલ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં સચિવપદે તા.વિ. અધિકારી ભાલોડિયા સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીઓએ હાજરી આપી હતી. જેમાં વિપક્ષી નેતા અશ્વિનભાઇ?રૂપારેલ દ્વારા ખાસ સામાન્ય સભાને ગેરવાજબી ગણાવી મોટા દિવસોમાં સમયની બરબાદી લેખાવી હતી. શ્રી રૂપારેલના જણાવ્યા અનુસાર વિપક્ષના આઠ સભ્યો હોવાથી બહુમતીએ પણ રાજીનામું મંજૂર કરી શકાય અને તા.વિ.અ.ને અપાયેલું રાજીનામું ગુ.લો.રી. 1047 મુજબ ગેરકાયદેસર ગણાય છે. ખાસ સામાન્ય સભાને ગેરવાજબી ગણાવી સર્વાનુમતે રાજીનામું મંજૂર કર્યું હતું. આ સભામાં સત્તાપક્ષની સાથે વિપક્ષના રાજેશભાઇ?આહીર, વંકાભાઇ રબારી, આદમ લાંગાય, રમેશદાન ગઢવી, અમીનાબેન ઓસમાન સુમરા, દમયંતીબેન વસંત ખેતાણી, દેવલબેન ભીમજી વાઘેલા સહિત સભ્યોએ હાજરી આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer