ગુંદિયાળીમાં વિવિધ કામોનું લોકાર્પણ

ગુંદિયાળીમાં વિવિધ કામોનું લોકાર્પણ
ભુજ, તા. 20 : કચ્છીઓના વતનપ્રેમ જેવો દેશ-દુનિયામાં જોટો જડે તેમ નથી. આજે ગુંદિયાળી રાજગોર સેવા સમાજ આયોજિત કાંતિલાલ લક્ષ્મીદાસજી માવજી બોડાના રજતતુલા મહોત્સવ નિમિત્તે બે પ્રવેશદ્વાર તથા સરકારશ્રી અને દાતાઓ દ્વારા નિર્મિત વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને રાજ્યમંત્રી  વાસણભાઈ આહીરે જણાવ્યું હતું.  રાજ્યમંત્રીએ આ તકે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના 21 પર્યટન સ્થળોની વિકાસ મંજૂરીમાં ગુજરાતના સોમનાથ અને કચ્છના ધોળાવીરાનો સમાવેશ કરાયો હોવાનું જણાવી ધોળાવીરામાં હવાઇ જહાજ ઉતારવાની સુવિધા સાથે ફાઇવ સ્ટાર હોટેલ નિર્માણ કરાવા સાથે પ્રવાસીઓને આકર્ષવા માંડવી બીચનો પણ વધુમાં વધુ વિકાસ કરાશે તેમ પણ ઉમેર્યું હતું. વધુમાં રાજ્ય સરકાર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રૂા. 3 કરોડના વિકાસકામો થયાનો ઉલ્લેખ કરતાં રજતતુલા કરાઇ એવા કાર્યક્રમના મુખ્ય દાતા કાંતિલાલ લક્ષ્મીદાસજી માવજી બોડાને બિરદાવવા સાથે ગુંદિયાળી રાજગોર સેવા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ સમાજ અને પોતાના ગામ માટે રજતતુલાની રાશિ રૂા. 27 લાખ સાથે 15 લાખનો ચેક ગૌસેવા અને વિકાસકાર્યોમાં અર્પણ કરનારા કાંતિલાલ બોડાનાં કાર્યોને પ્રેરણારૂપ ગણાવી આગામી દિવસોમાં 31 કરોડના રસ્તાના ખાતમુહૂર્ત સહિતના વધુ વિકાસકાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગુંદિયાળી ગામે બે પ્રવેશદ્વાર બનાવનારા ગામના મુખ્ય દાતા કાંતિલાલ લક્ષ્મીદાસજી માવજી બોડાની રજતતુલા કરાઇ હતી અને ગુંદિયાળી રાજગોર સેવા સમાજ દ્વારા તેમની જીવન ઝરમર દર્શાવતી `જીવન ઝરૂખેથી' નાનકડી પુસ્તિકાનું મંચસ્થ મહાનુભાવોનાં હસ્તે વિમોચન કરાયું હતું.  રજતતુલાની રૂા. 31 લાખની રજત ઉપરાંત રૂા. 15 લાખનો ચેક ગૌશાળાના બાંધકામ સહિત કાર્યક્રમની બચત પણ ગૌસેવાના લાભાર્થે વપરાશે તેવી જાહેરાત કરાઇ હતી. સાથો-સાથ ગામને હરિયાળું બનાવવા 150 વડ-પીપળા જેવાં વૃક્ષો આજના પ્રસંગે વાવીને તેનો જતનપૂર્વક ઉછેર કરવાની નેમ જાહેર કરાઇ હતી.  કાર્યક્રમના પ્રારંભે રાજગોર સમાજના અરાવિંદભાઈ ગોરે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણાસિંહ સોઢા, માંડવી-મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, ભાજપ અધ્યક્ષ અને ટૂરીઝમના ડાયરેકટર કેશુભાઈ પટેલ, માંડવી તાલુકા પંચાયત અધ્યક્ષ ગંગાબેન સેંઘાણી, જિ.પં. કારોબારી ચેરમેન હરિભાઈ જાટિયા, પાર્વતીબેન મોતા, એપીએમસીના પ્રવીણભાઈ વેલાણી, માંડવીના રાણશીભાઈ ગઢવી, ભાજપ મહામંત્રી અનિરુધ્ધભાઈ દવે, રાહુલભાઈ ગોર, ચંદુભાઈ વાડિયા, અમૂલ દેઢિયા, રાજેન્દ્રાસિંહ જાડેજા, સુરેશ સંઘાર, કીર્તિ ગોર, રજાક પઠાણ, જિ.પં. સદસ્ય મનીષાબેન કેશવાણી, પુનશીભાઈ ગઢવી, અતિથિવિશેષ પ્રકાશભાઈ પેથાણી, પ્રવીણભાઈ પેથાણી, અનિલભાઈ જોષી, કીર્તિ કેશવાણી, મુંદરા રાજગોર સમાજના દિલીપભાઈ ગોર, દર્શનાબેન માકાણી, અરાવિંદભાઈ ગોહિલ, જનકભાઈ ગોર વિવિધ ગામોના રાજગોર સમાજ પ્રમુખો, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer