અંધશ્રદ્ધાના કુંડાળામાંથી બહાર નીકળવા હાકલ

અંધશ્રદ્ધાના કુંડાળામાંથી બહાર નીકળવા હાકલ
વિથોણ (તા. નખત્રાણા), તા. 20 : સનાતન પરમો ધર્મ એ કચ્છ કડવા પાટીદાર સમાજની ઓળખ છે. સમાજ સો ટકા શિક્ષિત બને તેવા પ્રયાસોને પ્રાધાન્ય આપી સમાજની ત્રણેય પાંખોની નખત્રાણા ખાતે કેન્દ્રીય સમાજની સામાન્યસભા મળી હતી. અ.ભા.ક.ક. પાટીદાર સમાજના પ્રમુખ અબજીભાઈ કાનાણીના અધ્યક્ષ સ્થાને અને પાટીદાર સમાજની ત્રણેય સંસ્થાઓ લક્ષ્મીનારાયણ (કેન્દ્રસ્થાન) સંસ્કારધામ, ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારો, કેન્દ્રીય યુવા સંઘના હોદ્દેદારો, મહિલા સંઘના હોદ્દેદારો, સમાજનિર્મિત 29 ઝોનના પ્રમુખો, મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ અબજીભાઈ કાનાણી, ઉપપ્રમુખ ગોપાલભાઈ ભાવાણી, ડો. શાંતિભાઈ સેંઘાણી, દામજીભાઈ વાસાણી, ટ્રસ્ટી રામજીભાઈ નાકરાણી, મનસુખભાઈ રૂડાણી, મહામંત્રી પરસોત્તમ ભગત, પ્રવીણ ધોળુ, ખજાનચી છગનભાઈ રૈયાણી, યુવા સંઘ પ્રમુખ વસંતભાઈ ધોળુ, મહિલા સંઘ પ્રમુખ જશોદાબેન નાકરાણી, ઉમિયા માતાજી (ઊંઝા), સંસ્થાના હોદ્દેદારો અને ભારતભરમાંથી આવેલા સમાજના હોદ્દેદારે, કારોબારી સભ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કડવા પાટીદારોની ધર્મની ઓળખ કરાવતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં પાટીદારોનો ઈતિહાસ-ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનો સમાજ કેવો હશે તેનું પ્રાદેશિક ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. પુસ્તકના લેખક ચંદ્રકાંત છાભૈયાનું સમાજે સન્માન કર્યું હતું. સૌનો સાથ સમાજનો વિકાસ સાથે સમાજના સમાચારપત્રોના તંત્રીઓને અગ્રસ્થાન આપવામાં આવ્યું હતું. સનાતન ધર્મ પત્રિકા, પાટીદાર સંદેશ, ઉમાદર્પણ અને પાટીદાર સૌરભના તંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતભરમાંથી આવેલા અને મંચસ્થ હોદ્દેદારોએ ભવિષ્યના સમાજ વિશેના વિચારો વહેતા મૂક્યા હતા. આ પ્રસંગે અંધશ્રદ્ધાના કુંડાળામાંથી બહાર નીકળીને સાચા માર્ગે ચાલવાની ટકોર કરાઈ હતી. સંચાલન પુરસોત્તમ ભગત, પ્રવીણ ધોળુ અને વસંત ધોળુએ કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer