મુંદરામાં અનિયમિત વીજ પુરવઠાથી કિસાનો નારાજ

મુંદરામાં અનિયમિત વીજ પુરવઠાથી કિસાનો નારાજ
મુંદરા, તા. 20 : તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મુંદરા તા.ના તમામ એ.જી. ફીડરોમાં સમયસર વીજ પુરવઠો આપવા અંગેની રજૂઆત સાત ગામના ખેડૂતોએ સ્થાનિકે આવીને કરી છે. કાર્યપાલક ઈજનેર માંડવીને અપાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 2 મહિનાથી મુંદરા તાલુકાના તમામ એ.જી. ફીડરોમાં સમસ્યાઓ ચાલુ જ રહી છે. ઘણી વખત સતત 2થી 3 દિવસ સુધી વીજ પુરવઠો બંધ રહે છે. પી.જી.વી.સી.એલ. દ્વારા સેવામાં જે કોઈ પણ ખામી રહી હોય તેનો હિસાબ કરીને તમામ ગ્રાહકોને રૂપિયા પણ આપવામાં આવે. જેમને અત્યારના સમયમાં ટી.સી. મોડા મળ્યાં છે, તેમને પણ વળતર આપવાની માગણી આ સંસ્થાના પ્રમુખ નારાણભાઈ આહીરના પત્રમાં કરવામાં આવી છે. દરમ્યાન કાર્યપાલક ઈજનેર જે. એસ. તલાટીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની ફરિયાદને ધ્યાન ઉપર લેવામાં આવી છે અને તેનો યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer