ભુજની શાળા નં. 12માં નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં સેવાઓ બિરદાવાઇ

ભુજની શાળા નં. 12માં નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં સેવાઓ બિરદાવાઇ
ભુજ, તા. 20 : શહેરની પ્રાથમિક શાળામાં કામ કરતાં શોભનાબેન પટેલ સ્વૈચ્છિક નિવૃત્ત થતાં વિદાયમાન આપવાનો કાર્યક્રમ ભુજ શાળા નં. 12 ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ભુજ તાલુકાના બી.આર.સી. કો- ઓર્ડિનેટર હરિભા સોઢા, ભુજ તાલુકાના પ્રમુખ નયનસિંહ જાડેજા, નિવૃત્ત શિક્ષક સંઘના પ્રમુખ રશ્મિકાંત પંડયા, ગ્રુપ શાળાના આચાર્યા ઊર્મિલાબેન નાકર, આશાબેન ઠક્કર, વસંતભાઇ ગોર, કૃપાબેન નાકર, દક્ષાબેન બાપટ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે આચાર્ય પ્રેમકુમાર ગજરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શાળાના શિક્ષક વિજયભાઇ માણેકે વિદાય લેતા શોભનાબેનની શૈક્ષિણક કામગીરીનો ચિતાર આપ્યો હતો. શોભનાબેનનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનપત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું. મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. શોભનાબેન પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોને મોમેન્ટો અને બાળકોને વિવિધ વસ્તુ ભેટ અપાઈ હતી. સંચાલન મદદનીશ શિક્ષિકા કાશ્મીરાબેન ઠક્કરે, આભારવિધિ વિજય માણેકે કર્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer