ઇલેવનમાં રહાણે અને રોહિત કે પાંચમો બોલર ?

એન્ટિગ્વા, તા. 20 : વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 22મીથી શરૂ થઈ રહેલી પહેલી ટેસ્ટ અગાઉ ભારતીય ટીમ મેનેજમેન્ટ આખરી ઇલેવન પસંદ કરવા પર અવઢવની સ્થિતિમાં છે. જો પાંચ બોલર સાથે ઊતરવું હશે તો ભારતે રોહિત શર્મા અથવા અંજિકય રહાણેમાંથી કોઇ એકની જ પસંદગી કરવી પડશે. જો ભારતીય ટીમ 4 બોલરોની રણનીતિ સાથે મેદાને પડશે તો રોહિત અને રહાણે બન્નેને ઇલેવનમાં તક મળી શકે છે. પાછલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની આખરી બે મેચમાં મયંક અગ્રવાલ અને હનુમા વિહારીએ ભારતીય દાવનો પ્રારંભ કર્યો હતો. આ વખતે કદાચ વિહારીના સ્થાને કેએલ રાહુલને તક મળી શકે છે. જો કે પાછલા એક વર્ષથી રાહુલનો ટેસ્ટ રેકોર્ડ ખરાબ રહ્યો છે. આથી હનુમા વિહારીને ફરી તક મળી શકે છે.  ત્રીજા અને ચોથા નંબર પર સમસ્યા નથી. ચેતેશ્વર પૂજારા અને સુકાની વિરાટ કોહલી આ ક્રમ પર મજબૂત છે. પાંચમા નંબર પર રોહિત-રહાણે વચ્ચે કિંગ-ક્રોસની સ્થિતિ છે. જો ત્રણ ઝડપી બોલર અને એક સ્પિનર સાથે રમવાની રણનીતિ હશે તો આર. અશ્વિનને તક મળી શકે છે, કારણ કે તેનો બોલિંગ સાથે બેટિંગ રેકોર્ડ પણ વધુ સારો છે. રવીન્દ્ર જાડેજા પણ હરીફાઇમાં રહેશે. સુકાની કોહલી હંમેશાં પાંચ બોલરના પક્ષમાં રહ્યો છે, કારણ કે ટેસ્ટ જીતવા 20 વિકેટની જરૂર હોય છે. જો પીચ ઉછાળવાળી હશે તો પાંચમા બોલર તરીકે ઉમેશ યાદવ પણ દાવો રજૂ કરશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer