તીર્થધામ નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષપદે સરકાર દ્વારા નિયુક્તિ

તીર્થધામ નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષપદે સરકાર દ્વારા નિયુક્તિ
દયાપર (તા. લખપત), તા. 19 : સુપ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવરના ગાદીપતિ (અધ્યક્ષ) બ્રહ્મલીન આનંદલાલજી મહારાજ બ્રહ્મલીન થયા પછી આ જાગીરના વહીવટ, વ્યવસ્થા જિલ્લા કલેક્ટરની સૂચનાથી લખપત મામલતદાર હસ્તક રહ્યા હતા. પરંતુ વિવિધ સમાજ, સાધુ-સંતોના સહયોગથી નારાયણ સરોવર જાગીરના નવા ગાદીપતિ તરીકે બ્રહ્મચારિણી સુ.શ્રી સોનલબેન દિનેશભાઈ જોષી (પણિયા)ની નિમણૂક કરાઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગના સેક્શન અધિકારીની સહીથી સરખા ક્રમાંકની ફાઈલ પર સરકારના તા. 3/8/19ની નોંધથી મળેલી મંજૂરી અન્વયે કાળજીપૂર્વક વિચારણાને અંતે કચ્છ જિલ્લામાં આવેલી નારાયણ સરોવર જાગીરના નવા ગાદીપતિ બ્રહ્મચારી તરીકે સુ.શ્રી સોનલબેન જોષી (પણિયા)ની નિમણૂક કરવા તેમજ નારાયણ સરોવર જાગીરનો આંતર વહીવટ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.   આ પત્રની નકલ સરકારના વિવિધ વિભાગોને પણ અપાઈ છે. જેના પરિણામે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જેએજી/1/11/2018 તા. 16/8/19ના આ બાબતે હુકમ કર્યો છે અને હુકમમાં સરકારના ઉદ્યોગ ખાણ વિભાગના ઠરાવ ક્રમાંક પબય/102019/ 514/મ  તા. 7/8/18વાળા પત્રનો ઉલ્લેખ કર્યો છે. સુ.શ્રી સોનલબેન દિનેશભાઈ જોષી વર્ષોથી બ્રહ્મલીન પ.પૂ. બ્રહ્મચારી આનંદલાલજી મહારાજ સાથે રહ્યા છે અને મંદિરના વહીવટમાં સાથ-સહકાર આપ્યો છે. એ વિસ્તારના જાગૃત મહિલા પત્રકાર તરીકે તેઓ કચ્છમિત્ર માટે વર્ષોથી સેવા આપી રહ્યા છે. તેમની પ્રતિષ્ઠિત પદ પર નિયુક્તિ થતાં ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer