કૂવાપદ્ધર ડેમના ઓગનથી સેફટી ઓગન નીચો બનાવાતાં પાણી વેડફાય છે

કૂવાપદ્ધર ડેમના ઓગનથી સેફટી ઓગન નીચો બનાવાતાં પાણી વેડફાય છે
નલિયા, તા. 19 : તાલુકાના નાની સિંચાઇના કૂવાપદ્ધર ડેમના ઓગન કરતાં સેફટી ઓગન નીચો બનાવવામાં આવતાં અનેકગણું પાણી વેડફાઇ જાય છે. એટલું જ નહીં તે પાણી ખેતીની જમીન પર ફરી વળતાં જમીનનું ધોવાણ થાય છે. પ્રાપ્ત વિગતો મુજબ અઢીસોથી ત્રણસો એકરની પિયત ક્ષમતા ધરાવતા કૂવાપદ્ધર ડેમમાં યોગ્ય લેવલિંગના અભાવે ઓગનથી પહેલાં સેફટી ઓગનમાંથી પાણી વહેતાં પિયત ક્ષમતા ઘટી ગઇ છે. અધૂરામાં પૂરું સેફટી ઓગનનાં પાણી ફરી વળતા આસપાસની જમીનનું મોટાપાયે ધોવાણ થયું છે. સંગ્રહશક્તિ ઘટી જવાનાં કારણે આખું વર્ષ પાણી નહીં ચાલે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. એક વખત ડેમ ભરાયા પછી સેફટી ઓગન ન હતો ત્યારે આખું વર્ષ પાણી ચાલતું પણ સિંચાઇ વિભાગે આડેધડ બનાવતાં મુશ્કેલી સર્જાઇ છે. તેથી સલામત તબક્કે લાવી યોગ્ય કાર્યવાહી કરાય તેવી ખેડૂતોએ માંગ કરી ઉમેર્યું કે ડેમના ઓગનનાં કારણે થયેલા જમીન ધોવાણનો સર્વે કરી યોગ્ય કાર્યવાહી તાત્કાલિક કરાવવી જોઇએ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer