લુણા-હાજીપીર વિસ્તારના લોકોને સહાય પહોંચાડવા રજૂઆત

લુણા-હાજીપીર વિસ્તારના લોકોને સહાય પહોંચાડવા રજૂઆત
ભુજ, તા. 19 : તાલુકાના નાના મોટા લુણા, લુણા-ભગાડિયા અને હાજીપીરના લોકો વરસાદ પછી ઘરવખરી પડતી મૂકીને નખત્રાણા તાલુકાના ઊઠંગડીના ડુંગર પર આશ્રય લઇ રહ્યા છે. તેમને તત્કાળ સહાય અને સરકારી મદદ પહોંચતી કરવા કોંગ્રેસના આગેવાનોએ સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી છે. પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને નખત્રાણા તા.પં.ના સભ્ય આદમભાઇ લાંગાય, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ આદમભાઇ ચાકી, કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહીમભાઇ હાલેપોત્રાએ આવા હિજરત કરી ગયેલા પરિવારોની જાત મુલાકાત લીધી હતી આ કુટુંબો તાલપત્રી બાંધીને કાચા રહેઠાણોમાં દિવસો વિતાવી રહ્યા છે. કોઇ તલાટી સર્વે માટે આવ્યા નથી. તેમ 40 થી 50 ઢોર મૃત્યુ પામ્યા છે. તેની સહાય પણ મળી નથી. દરમ્યાન આ મુદે શ્રી ચાકી અને શ્રી હાલેપોત્રાએ એ.ડી. કલેકટર શ્રી ઝાલા સમક્ષ તસવીરો સાથે રજૂઆત કરતાં તાત્કાલિક ટીમ મોકલી સર્વે કરીને કાલ સુધી સહાયની ખાતરી આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer