પદ,પ્રતિષ્ઠા-પૈસાનો સદ્ઉપયોગ સમાજને એક તાંતણે જોડે

પદ,પ્રતિષ્ઠા-પૈસાનો સદ્ઉપયોગ સમાજને એક તાંતણે જોડે
ભુજ, તા. 19 : આજે ભુજના વાલદાસનગર મધ્યે રાજ્યમંત્રી વાસણભાઇ આહીરની ઉપસ્થિતિમાં ટીલાટ પરિવાર દ્વારા સ્વ. દેવાજી ચાંદાજીના સ્મરણાર્થે દાતા પરિવાર અને વાલદાસ નગરજનોના સહયોગે નિર્માણ પામેલું સ્વ. ડી.સી. જાડેજા વિવિધલક્ષી ભવન માતાજી દેવીબાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. અહીંના વાલદાસનગર સ્થિત નિર્માણ પામેલા વિવિધલક્ષી સંકુલ લોકાર્પણ સમારોહનો દીપ પ્રગટાવી પ્રારંભ કરાવતાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે, પદ-પ્રતિષ્ઠા અને પૈસો મળે તેનો સારો ઉપયોગ કરે એ લોકો સમાજને પ્રેરણાદાયી બનીને સમાજને એક તાંતણે બાંધે છે. આ તકે તેમણે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા રૂા. ચાર લાખના અનુદાનનો ઉલ્લેખ કરી તેમણે સરકારની સાથે જનતા જનાર્દનનો સહયોગ મળે ત્યારે કેવું સુંદર પરિણામ મળે છે, તેનું આ સંકુલ ઉદાહરણરૂપ હોવાનું જણાવ્યું હતું. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા અને રાજપૂત સમાજના અગ્રણી જોરાવરાસિંહ જાડેજાએ દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.  કાર્યક્રમના પ્રારંભે વાલદાસનગરના અગ્રણી પ્રફુલ્લાસિંહ જાડેજાએ  સ્વાગત કર્યું હતું.  વિવિધલક્ષી સંકુલમાં દાતા પરિવાર સહિત યોગદાન આપનારાઓનાં વિશિષ્ટ સન્માન કરાયાં હતાં. આ પ્રસંગે ભુજ નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન હરિભાઈ જાટિયા, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, મહામંત્રી શૈલેન્દ્રાસિંહ જાડેજા, કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, પૂર્વ નગર અધ્યક્ષ અશોકભાઈ હાથી, નિવાસી અધિક કલેકટર કુલદીપાસિંહ ઝાલા, હાલે જૂનાગઢ ડીઆરડીએ નિયામક એવા રવીન્દ્રાસિંહ જાડેજા, ડીઝાસ્ટર મામલતદાર ભગીરથાસિંહ ઝાલા, શાસ્ત્રી હસમુખભાઈ, પ્રવીણાસિંહ વાઢેર, રામદેવાસિંહ જાડેજા, સુખદેવાસિંહ ઝાલા, દાતા પરિવારના મહિપતાસિંહજી જાડેજા, પ્રવીણાસિંહ જાડેજા, આદિત્યરાજાસિંહ  જાડેજા, મનુભા જાડેજા, હઠુભા જાડેજા, માવજીભાઈ ગુંસાઇ, બળદેવાસિંહ જાડેજા સહિતના ક્ષત્રિય અગ્રણીઓ અને વાલદાસ- નગરના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હઠુભા જાડેજાએ જ્યારે આભારદર્શન મુકેશભાઈ ભટ્ટે કર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer